#HuPanCoronaWarrior : ખ્યાતનામ હસ્તીઓ અભિયાનમાં જોડાઇ, તમે પણ આ રીતે જોડાઇ શકો છો

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બુધવારથી હું પણ કોરોના વોરિયર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા લોકડાઉનનાં ચોથા હિસ્સામા ઘણી છુટછાટ આપવામાં આવી છે. જો કે લોકો ત્રણ લોકડાઉનનાં કારણે કંટાળીને બિન જરૂરી બહાર ન નિકળે તે માટે આ અભિયાનની શરૂઆત કરી છે. જેના માટે ગુજરાતી ખ્યાતનામ હસ્તીઓને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે અને લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવશે.
#HuPanCoronaWarrior : ખ્યાતનામ હસ્તીઓ અભિયાનમાં જોડાઇ, તમે પણ આ રીતે જોડાઇ શકો છો

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બુધવારથી હું પણ કોરોના વોરિયર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા લોકડાઉનનાં ચોથા હિસ્સામા ઘણી છુટછાટ આપવામાં આવી છે. જો કે લોકો ત્રણ લોકડાઉનનાં કારણે કંટાળીને બિન જરૂરી બહાર ન નિકળે તે માટે આ અભિયાનની શરૂઆત કરી છે. જેના માટે ગુજરાતી ખ્યાતનામ હસ્તીઓને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે અને લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવશે.

આ અભિયાનમાં ત્રણ મુદ્દાનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવશે 1.વડીલો અને બાળકોને ઘરમાં જ રાખવા માટે અપીલ 2. માસ્ક વિના જરૂરિયાત વગર ઘરની બહાર ન નિકળવું જોઇએ 3. દરેક વ્યક્તિ સાથે સામાજીક અંતર જાળવીશું.  4. બિન જરૂરી લોકો બહાર ન નિકળે તે માટે પણ અપીલ કરવામાં આવશે. અભિયાન હેઠળ વિવિધ ઇનડોર પ્રવૃતિઓ પણ થશે.

— CMO Gujarat (@CMOGuj) May 21, 2020

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, 21થી 27 મેનાં એક અઠવાડીયા દરમિયાન સાંજે 6 કલાકે આમંત્રીત મહાનુભાવ ફેસબુક લાઇવ દ્વારા જોડાશે અને વાર્તાલાપ કરશે. જેમાં મોરારીબાપુ, ગુણવંત શાહ, રમેશબાઇ ઓઝા, સચિન જિગર, આરતી, આરોહી પટેલ, જય વસાવડા સહિતના લોકો જોડાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષો પછીઆવી મહામારી દેશ પર આવી પડી છે. લોકડાઉનમાં જીવન ખુબ જ અઘરુ છે. સરકારે પોતાની તમામ શક્તિ કામે લગાડેલી છે. લોકડાઉન દરમિયાન છેવાડાના માનવી સુધી તમામ શક્ય સરકારી મદદ પહોંચાડવામાં આવી રહી છે. 2 મહિના પછી કેટલાક ચોક્કસ નિયમો હેઠળ લોકડાઉનમાં છુટ આપવામાં આવી છે. આવામાં કોરોના વોરિયરની ભુમિકા મહત્વની બનતી જાય છે. અત્યાર સુધી ઘરમાં હતા સુરક્ષીત હતા પરંતુ હવે બહાર નિકળવાનું છે અને સુરક્ષીત પણ રહેવાનું છે.

— CMO Gujarat (@CMOGuj) May 20, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news