SAMSUNG એપ્રિલમાં લોન્ચ કરશે 5G સ્માર્ટફોન, જાણો શું હશે કિંમત
વિશ્વભરમાં 4G સ્માર્ટફોન છવાય ગયા બાદ હવે મોબાઇલ ઉત્પાદક કંપનીઓએ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઘણી કંપનીઓએ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની વાત કરી છે.
Trending Photos
સિયોલઃ વિશ્વભરમાં 4G સ્માર્ટફોન છવાય ગયા બાદ હવે મોબાઇલ ઉત્પાદક કંપનીઓએ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઘણી કંપનીઓએ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની વાત કરી છે. તો હવે સેમસંગે જણાવ્યું કે, કંપની પોતાનો પ્રથમ 5જી સ્માર્ટફોન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ કોરિયામાં લોન્ચ કરશે. કંપની અનુસાર, આ વિશ્વની આગામી પેઢીના નેટવર્કની ક્ષમતાથી લેશ પ્રથમ મોબાઇલ ફોન હશે.
90 હજાર રૂપિયા આસપાસ હશે કિંમત
યોનહૈપના રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયાઈ ટેકનોલોજીની દિગ્ગજ કંપનીએ કહ્યું કે, કોઈપણ પૂર્વ ઓર્ડર કાર્યક્રમમાં ગેલેક્સી એસ-10નું 5જી મોડલ પાંચ એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થસે. સેમસંગે આ ફોનની કિંમત વિશે ખુલાસો કર્યો નથી પરંતુ ઉદ્યોગ સૂત્રો પ્રમાણે ડોમેસ્ટિક બજારમાં તેની કિંમત આશરે 15 લાખ વોન (1332 ડોલર) હોઈ શકે છે.
સરકાર દ્વારા સંચાલિત નેશનલ રેડિયો રિસર્ચ એજન્સીએ કહ્યું કે, ગેલેક્સી એસ-10ના 5જી મોડલને ચકાસણી પરીક્ષણમાં પાસ કરી દેવામાં આવ્યું છે અને દક્ષિણ કોરિયાના બજારમાં તેને ઉતારવાની લીલી ઝંડી મળી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે