આજથી શરૂ થયો Samsung Monsoon Sale, ટીવી અને સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ
Trending Photos
નવી દિલ્હી: Samsung Monsoon Sale, જો તમે પણ કોઇપણ સ્માર્ટફોન અથવા હોમ એપ્લાયન્સ લેવાનો પ્લાન કરી રહ્યા છો તો આજેનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. જી હાં, સેમસંગ ઇન્ડીયાએ આજે એટલે કે 18 જુલાઇના રોજ પોતાના ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ગેજેટના સેલની જાહેરાત કરી છે. 18 જુલાઇથી શરૂ થનાર સેલ 24 જુલાઇ સુધી ચાલુ રહેશે. આ સેલમાં સેમસંગ દ્વારા મોબાઇલ ફોન, ટેલિવિઝન, રેફ્રીજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ અને અને મોબાઇલ એસેસરિઝ પર શાનદાર ડીલ આપવામાં આવી રહી છે.
એચડીએફસીના કાર્ડ પર 5 ટકાનું કેશબેક
મોનસૂન સેલ દરમિયાન ગ્રાહકોને એચડીએફસી બેંકના કાર્ડ વડે ગેલેક્સી એમ સીરીઝનો ફોન ખરીદતાં 5 ટકાનું કેશબેક મળશે. આ ઉપરાંત અન્ય ફોન પર જો તમે અમેઝોન પે વડે ચૂકવણી કરો છો તો 1500 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તમને જણાવી દઇએ કે સેલમાં ગેલેક્સી એમ સીરીઝના ગેલેક્સી એમ40, ગેલેક્સી30, ગેલેક્સી એમ 20 અને ગેલેક્સી એમ10 સ્માર્ટફોન મળી રહ્યા છે. સેમસંગ (Samsung.com)ની વેબસાઇટ પરથી આ ફોન ખરીદતાં 15 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
મેક માય ટ્રિપ અને ઓયોના વાઉચર
આ ઉપરાંત ગ્રાહકને મેક માય ટ્રિપ (Make My Trip) પર 15 હજાર રૂપિયાના ટ્રાવેલ વાઉચર અને 10 હજાર રૂપિયાના OYO હોટલ વાઉચર પણ મળશે. આ સેલમાં ગ્રાહકોને સેમસંગ ટીવી પર 45 ટકા સુધીની ઓફર મળી રહી છે. તો બીજી તરફ એક્સેસીરીઝ પર 60 ટકા સુધી મળશે. રેફ્રિજરેટ અને વોશિંગ મશીનની ખરીદી પર 30 ટકા ડિસ્કાઉન્ટની ઓફર છે.
તમને જણાવી દક્ષિણ કોરિયાઇ કંપની 10 ઓગસ્ટના રોજ ગેલેક્સી નોટ 10 (Galaxy Note 10)ને લોન્ચ કરશે. અત્યાર સુધી સામે આવેલી જાણકારી અનુસાર Galaxy Note 10 માં સેમસંગ વન યૂઆઇ 2.0 ઉપરાંત ટ્રિપલ કેમેરા સેટઅપ અને સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસર મળી શકે છે. દમદાર બેટરી ઉપરાંત ફોનમાં 45W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે