સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- 'કુલભૂષણ જાધવ નિર્દોષ છે, પાકિસ્તાન તેમને છોડી મૂકે'

પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર બુધવારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રોક લગાવી દીધી છે. જેના પર વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે ન્યાય પર ભરોસો કરનારા લોકો માટે આઈસીજેનો ચુકાદો દ્રષ્ટાંતરૂપ છે.

સંસદમાં વિદેશ મંત્રીએ કહ્યું- 'કુલભૂષણ જાધવ નિર્દોષ છે, પાકિસ્તાન તેમને છોડી મૂકે'

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર બુધવારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રોક લગાવી દીધી છે. જેના પર વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે ન્યાય પર ભરોસો કરનારા લોકો માટે આઈસીજેનો ચુકાદો દ્રષ્ટાંતરૂપ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને ખોટા કેસમાં ફસાવ્યાં છે. સરકાર  કુલભૂષણ જાધવના પરિવાર સાથે છે. પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે. કેન્દ્ર સરકાર કુલભૂષણના અધિકારોની રક્ષા કરશે. 

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે  ફરીએકવાર કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાન કુલભૂષણ જાધવને છોડી મૂકે. તેમણે કહ્યું કે આઈસીજેની 15-1ની વોટિંગે ભારતના એ દાવાને સાચો ઠેરવ્યો છે જેમાં ભારતે પાકિસ્તાન દ્વારા અનેકવાર વિયેના સંધિનો ભંગ કર્યો હોવાની વાત કરી છે. 

વિદેશ મંત્રીએ કપરી સ્થિતિઓમાં જાધવના પરિવારના સાહસના પણ વખાણ કર્યાં અને સમગ્ર સદન તથા રાષ્ટ્ર તરફથી એકજૂથતાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે તેઓએ કપરી પરિસ્થિતિઓમાં સાહસની મિસાલ રજુ કરી છે. સરકાર જાધવની સુરક્ષા માટે કપરા પ્રયત્નો કરતી રહેશે. 

જુઓ LIVE

વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે 2017માં સરકારે સદનમાં સંકલ્પ લીધો હતો કે જાધવની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય  કોશિશ કરાશે. સરકારે આ દિશામાં અથાગ પ્રયત્નો કર્યાં જેમાં આઈસીજેમાં જવાનું કાનૂની માધ્યામ પણ સામેલ છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે સદન સરકારના આ તમામ પ્રયત્નોને બિરદાવશે. ખાસ કરીને હરીશ સાલ્વેના નેતૃત્વવાળી લીગલ ટીમની જરૂર પ્રશંસા કરવી જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news