Jio નો સસ્તો પ્લાન! માત્ર આટલા રૂપિયામાં 13 OTT, 62GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

Reliance Jio Cheapest Recharge Plan: જો તમે રિલાયન્સ જિયોના યૂઝર્સ છો તો તમારા માટે આ સમાચાર છે.  અમે તમને કંપનીના એક એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જેમાં 13 ઓટીટીનો ફાયદો મળે છે. 

Jio નો સસ્તો પ્લાન! માત્ર આટલા રૂપિયામાં 13 OTT, 62GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

નવી દિલ્હીઃ Reliance Jio Cheapest Recharge Plan under 400: ટેલીકોમ સેક્ટરમાં તમામ કંપનીઓ છે, જેમાં સૌથી પહેલું નામ રિલાયન્સ જિયોનું આવે છે. ત્યારબાદ એરટેલ અને વોડાફોન આઈડિયા કંપનીને લોકો વચ્ચે પસંદ કરવામાં આવે છે. બંને કંપનીઓને ટક્કર આપવા માટે જિયો અલગ-અલગ પ્રકારના પ્લાન લોન્ચ કરતું રહે છે. તેમાંથી કેટલાક પ્લાન ખુબ સસ્તા હોય છે. અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમને જોરદાર લાભ મળશે. 

Reliance Jio Rs 398 Recharge Plan
રિલાયન્સ જિયોના 398 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં યૂઝર્સને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. આ સિવાય યૂઝર્સ દરરોજ એસએમએસનો લાભ ઉઠાવી શકે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટાનો ફાયદો મળે છે. 

પ્લાનની સાથે યૂઝર્સને 6GB નો બોનસ ડેટા મળે છે. યૂઝર્સ કુલ મળી 62GB ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે. પ્લાનની સાથે અનલિમિટેડ ટ્રૂ 5જી ડેટાની પણ સુવિધા મળે છે. જો તમારા વિસ્તારમાં 5જી નેટવર્ક છે તો તમને અનલિમિટેડ 5જી ડેટા મળશે. 

13 OTT એપ્સનું ફ્રીમાં મળશે સબ્સક્રિપ્શન
જો તમે લેટેસ્ટ મૂવી અને વેબસિરીઝ જોવો છો અને ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો તમારા માટે આ પ્લાન ખાસ છે. યૂઝર્સને આ પ્લાનમાં કુલ 13 ઓટીટી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. જેમાં  Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON, FanCode and Hoichoi સામેલ છે. આ સિવાય જિયો ટીવી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news