સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાતમાં આ જિલ્લો પ્રથમ!

નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરીને તે પૈકી 21 લાખની રકમ ભોગ બનનારને પરત પણ કરવામાં આવતા નર્મદા જિલ્લો સર્વ પ્રથમ આવ્યો હોવાની માહિતી રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આપી હતી. 

સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાતમાં આ જિલ્લો પ્રથમ!

Cyber Crime: સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ આવ્યો છે, જેમાં નર્મદા જિલ્લા પોલીસે અલગ અલગફ્રોડ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરીને તે પૈકી 21 લાખની રકમ ભોગ બનનારને પરત પણ કરવામાં આવતા નર્મદા જિલ્લો સર્વ પ્રથમ આવ્યો હોવાની માહિતી રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આપી હતી. 

પ્રશાંત શુમ્બે,નર્મદા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાતમાં અને ભારત દેશમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં 1930ઉપર 53000 જેટલી ટિકિટ જનરેટ થઈ હતી. તેમજ સાયબર ફ્રોડની એમાઉન્ટ જે છે એ 503 કરોડ જેટલી છે. નર્મદા જિલ્લા પોલીસે સાઇબર ક્રાઇમફ્રોડ કેસ ગુનામાં અલગ અલગ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરી છે. જેમાંથી 24.5 લાખ ની રકમ કોર્ટ પ્રોસેસમાં છે. જેમાંથી 21 લાખની રકમ ભોગ બનનારને પરત પણ કરી છે. 

નર્મદામાં સૌથી વધારે કેસો આઇડેન્ટિટી ના કેસો આવે છે. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ અંગે ફ્રોડ કેસો થાય છે. એ ઉપરાંત ઓનલાઇન શોપિંગ જોબ રિલેટેડ ફ્રોડ, લોટરી સ્કેમ્પ પણ થાય છે. જેમાં કેવાયસીની માહિતી, ઓટીપીની માહિતી આપવામાં આવે છે ત્યારે મારી આપને વિનંતી છે કે આવી કોઈ માહિતી આપવી નહીં. 

નર્મદા જિલ્લામાં ફ્રોડ કેસમાંથી 3445866 રૂ.ની રકમ ફ્રીઝ થઈ છે. એમાંથી કોર્ટ પ્રોસેસના 2459280રૂની રકમ છે અને બેન્ક એકાઉન્ટમાં પેન્ડિંગ છે એરકમ 535998 રૂ. છે એમાંથી રૂ. 2080973ની રકમ ફ્રોડનો ભોગ બનનારને નર્મદા પોલીસે પરત અપાવવામાં સફળતા મળી છે. જે રિકવરીમાં નર્મદા જિલ્લો સર્વ પ્રથમ આવ્યો છે. જે નર્મદા પોલીસ માટે ગૌરવની વાત કહી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news