Budget 2021: નાણા મંત્રી Nirmala Sitharaman માટે બનશે વિશેષ સુરક્ષા રિંગ, આ છે કારણ

નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો (Farmers Protest) બજેટ રજૂઆતના દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણનો (Nirmala Sitharaman) ઘેરાવ કરી શકે છે

Budget 2021: નાણા મંત્રી Nirmala Sitharaman માટે બનશે વિશેષ સુરક્ષા રિંગ, આ છે કારણ

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો (Farmers Protest) બજેટ રજૂઆતના દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણનો (Nirmala Sitharaman) ઘેરાવ કરી શકે છે. આ આશંકાને જોતા સરકારે બજેટના દિવસે વિશેષ સુરક્ષા વ્યવસ્થામાં (Special Security Arrangements) નિર્મલા સીતારમણને સંસદ ભવન સુધી લવવાની યોજના બનાવી છે.

1 ફેબ્રુઆરીના રજૂ થશે કેન્દ્રીય બજેટ
તમને જણાવી દઇએ કે, આ વર્ષે કેન્દ્રીય બજેટ (Union Budget 2021) 1 ફેબ્રુઆરીના રજૂ કરવામાં આવશે. તેના માટે નાણા મંત્રાલયે તેમની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. સરકારને આશંકા છે કે, આ ખેડૂતોનો કોઈ ગ્રુપ અથવા વિપક્ષી પાર્ટીઓના કાર્યકર્તા નાણા મંત્રી નિર્મલા સીતારમણનો (Nirmala Sitharaman) રસ્તામાં ઘેરાવ કરી શકે છે.

ઘરથી સંસદ ભવન સુધી કરાશે સુરક્ષા વ્યવસ્થા
આ આશંકાને કારણે સરકારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ સુરક્ષા વ્યવસ્થા તેમના ઘરથી લઇને સંસદ ભવન સુધી કરવામાં આવશે. તેના માટે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સિઓ એક સાથે મળીને કામ કરી રહી છે.

શુક્રવારના રજૂ કર્યો હતો આર્થિક સર્વે
આ પહેલા શુક્રવારના નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) લોકસભામાં આ વર્ષના આર્થિક સર્વેને રજૂ કર્યો હતો. બજેટ પહેલા દર વર્ષે સરકાર તરફથી આ આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. સર્વેમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ચાલુ વર્ષના પહેલા ક્વોટરમાં આર્થિક વૃદ્ધિ દરમાં 23.9 ટકા જ્યારે બીજા ક્વોટરમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યારે સંપૂર્ણ નાણાકીય વર્ષમાં 7.7 ટકાનો ઘટાડાનું અનુમાન છે. આગામી નાણાકીય વર્ષ 2021-22 માં જીડીપી વૃદ્ધિ દર 11 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news