Mobile થી Payment કરતા હોવ તો આટલું જાણીલો, નહીં તો ખબર નહીં હોય અને ખાલી થઈ જશે તમારું બેંક ખાતુ

કોરોના કાળમાં મોટાભાગના લોકો ઘરથી બહાર જવાનું ટાળે છે.જેમાં ખાસ કરીને બેંકના કામ તો મોબાઈલમાંથી પતાવી દેવાનો પ્રયાસ  કરે છે.પરંતુ તેમા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.

Mobile થી Payment કરતા હોવ તો આટલું જાણીલો, નહીં તો ખબર નહીં હોય અને ખાલી થઈ જશે તમારું બેંક ખાતુ

નવી દિલ્લીઃ ટેક્નોલોજીના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ હોય છે.જો સાવધાની પૂર્વક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ન આવે તો ક્યારે મોટું નુકસાન થઈ શકે છે.આધુનિક યુગમાં સાઈબર માફિયા વધુ સક્રિય બન્યા છે.જો તમે જરા પણ લાપરવાહી દાખવો તો તમારું એકાઉન્ટ થઈ શકે છે ખાલી.ત્યારે મોબાઈલથી બેંકના કામમાં કેવી સાવધાની રાખવી તે પણ જાણવું ખુબ જરૂરી છે.

લાંબા સમયથી લોકો પોતાના મોબાઈલથી જ જરૂરી કામ કરી રહ્યા છે.જેમાં બેંક સાથે સંકળાયેલા કામનો પણ સમાવેશ થાય છે.જેથી સાઈબર ક્રાઈમની સંભાવના વધી જાય છે.સાઈબર માફિયા ફ્રોડ કરવા અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે.ત્યારે તમારે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.તમારે એ જાણવું ખુબ જ જરૂરી છે કે સાઈબર ક્રાઈમ કેવી રીતે થાય છે.કેટલીક એવી કોમન મોડસ ઓપરેન્ડી છે કે જેનાથી સાઈબર ક્રાઈમ તમને શિકાર બનાવતા હોય છે.

UPIથી ફ્રોડ:
UPIના માધ્યમથી મોટાભાગે ફ્રોડ કરવામાં આવે છે.UPIથી સાઈબર માફિયા કોઈ પણ વ્યક્તિને ડેબિટ લિંક મોકલે છે.અને જેવા તમે એ લીંક પર ક્લિક કરી પીન નાખો એટલે એકાન્ટ સાફ થઈ જાય.આવા ફ્રોડથી બચવા કોઈ પણ અજાણ લીંક પર ક્લીક ન કરો.

QR કોડથી ઠગાઈ:
QR એટલે કે ક્યુક રિસ્પોન્સ કોડથી આજકાલ વધુ પડતા ફ્રોડ થઈ રહ્યા છે.ઠગબાજ મોબાઈલ પર QR કોડ મોકલે છે અને તેનાથી ઠગાઈ કરે છે.લોકો મોબાઈલ પર આવેલ QR કોડ પર ક્લીક કરે એટલે ઠગબાજ મોબાઈલથી QR કોડ સ્કેન કરી લે છે.જેનાથી બેંકખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

નોકરીના નામે ફ્રોડ:
બેરોજગારીના યુગમાં નોકરીના નામે પણ ઠગાઈનો ધંધો ચાલી રહ્યો છે.નોકરી માટે ખોટી ખોટી જાહેરાતો આપી મોબાઈલ પર લીંક મોકલવામાં આવે છે. જેનાથી સાઈબર માફિયા તમારી માહિતી મેળવી લે છે.અને નોકરીના નામે તમારી પાસેથી રૂપિયા પડાવી લે છે.જેથી કોઈ પણ પોર્ટલ પર ફીના નામે રૂપિયા ભરતા પહેલા પુરતી માહિતી મેળવવી જરૂરી છે.

બેંક ખાતાના નામે લૂંટ:
બેંક ખાતાની તપાસના નામે પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.જેથી તમામ લોકોએ યોગ્ય સમયે પોતાના બેંક ખાતાની તપાસ કરવી જોઈએ.જો કોઈ ગરબડ લાગે તો બેંકમાં જઈને માહિતી મેળવવી જોઈએ.

Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

ATM કાર્ડ ક્લોનિંગ:
ATM  કાર્ડ ક્લોનિંગની ઘટના પણ સતત વધી રહી છે.ATM કાર્ડની ગ્રાહકો પાસેથી સાઈબર માફિયા મેળવે છે.અને ડુબ્લીકેટ ATM  કાર્ડ બનાવી તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડીને છેતરપિંડી આચરે છે.

સાઈબર ક્રાઈમ માટે નંબર:
સાઈબર ક્રાઈમને રોકવા અને નાણાંકિય નુકસાન અટકાવવા હેલ્પલાઈન નંબર 155260 જાહેર કરવામાં આવ્યો છે.જેને ગૃહમંત્રાલય અંતર્ગત ભારતીય સાઈબર અપરાધ કેન્દ્ર (Indian Cyber ​​Crime Coordination Center) (I4C) દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.

વેબસાઈટ પરથી મેળવો માહિતી:
હેલ્પલાઈ સિવાય વેબસાઈટ https://cybercrime.gov.i/ પર પણ સાઈબર ક્રાઈમની ફરિયાદ નોંધાવી શકો છો.ગૃહ મંત્રાલયે ગત વર્ષ સાઈબર પોર્ટ https://cybercrime.gov.i/ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.દિલ્લીને આ ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન પ્લેટફોર્મ પર સૌથી પહેલા જોડવામાં આવ્યું હતું.ત્યાર બાદ રાજસ્થાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news