OnePlus એ ભારતમાં લોન્ચ કરી ટીવી સીરીઝ, 12999 રૂપિયા છે શરૂઆતી કિંમત

કંપનીએ સીરીઝ બાદ યૂ સીરીઝ અને વાઇ સીરીઝ લોન્ચ કરી છે. વનપ્લસ ટીવી યૂ સીરીઝમાં કંપનીએ એક 55 ઇંચનું મોડલ Oneplus TV U1 લોન્ચ કરી છે.

OnePlus એ ભારતમાં લોન્ચ કરી ટીવી સીરીઝ, 12999 રૂપિયા છે શરૂઆતી કિંમત

નવી દિલ્હી: વનપ્લસએ ભારતમાં પોતાની બે નવી ટીવી સીરીઝ લોન્ચ કરી દીધી છે. આ ટીવી વ્યાજબી કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ સીરીઝ બાદ યૂ સીરીઝ અને વાઇ સીરીઝ લોન્ચ કરી છે. વનપ્લસ ટીવી યૂ સીરીઝમાં કંપનીએ એક 55 ઇંચનું મોડલ Oneplus TV U1 લોન્ચ કરી છે. જેમાં એચડીઆર 10, એચડીઆર 10 પ્લસ, ડોલ્બી વિઝન વગેરે સપોર્ટ કરે છે. 

આ ટીવીમાં 9 પ્રકાર પિક્ચર મોડ મળે છે, જેને કંપની ગામા એન્જીનથી કંટ્રોલ કરે છે. Oneplus TV U1 માં 4K રિઝોલ્યૂવેશન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ટીવીમાં 30 વોટનું સ્પીકર આપવામાં આવ્યું છે. તેમાં બે ફૂલ રેંજ સ્પીક લાગેલા છે. આ ટીવીમાં ડોલ્બી એટમ્સ સાઉન્ડ મળે છે. આ ટીવીમાં એકદમ પતળી બેજલ આપવામાં આવી છે. તેમાં હિડન પોટ્સ આપવામાં આવયા છે. આ ટીવી એંડ્રોઇડ ટીવી સપોર્ટ સાથે આવે છે. 

ટીવી રિમોર્ટ માટે વનપ્લસ ફોન અને આઇફોનનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે વનપ્લસ કનેક્ટ એપનો ઉપયોગ કરવો પડે છે. તેમાં ઓક્સીજન પ્લેનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ટીવીમાં ડેટા સેવર પ્લસ ફીચર આપવામાં આવ્યું છે. જેની મદદથી ડેટા બચાવી શકાય છે. વનપ્લસમાં કિડ્સ મોડ પણ આપવામાં આવ્યો છે. જેમાં ટાઇમર સેટ કરી શકાય છે. 

કંપનીએ પોતાની નવી વનપ્લસ ટીવી સીરીઝને 32 ઇંચ અને 43 ઇંચ મોડલમાં પણ લોન્ચ કરી છે. આ બંને ટીવી મોડલમાં સિનેમેટિક ડિસ્પ્લે મળે છે. આ બંને મોડલમાં પણ કંપનીએ એકદમ પતળી બેજલ આપી છે. આ સીરીઝને કંપનીએ વાઇ સીરીઝ નામ આપ્યું છે. કંપની આ સીરીઝમાં 10 વોટના બે સ્પીકર આપ્યા છે. આ ટીવીમાં સ્ટીરિયો સાઉન્ડ ક્વોલિટી મળે છે. વનપ્લસએ આ ટીવી સીરીઝમાં ડોલ્બી ઓડિયો સપોર્ટ આપ્યો છે. 

વનપ્લસ ટીવી યૂ1 સ્માર્ટ ટીવીની કિંમત 49,999 રૂપિયા છે જ્યારે વનપ્લસ ટીવી 43 ઇંચની કિંમત 22,999 રૂપિયા છે. જ્યારે વનપ્લસ ટીવી 32 ઇંચની કિંમત 12,999 રૂપિયા છે. આ સ્માર્ટ ટીવીનો સેલ જલદી શરૂ થશે. વનપ્લસએ જાહેરાત કરી છે કે તે મેક ઇન ઇન્ડીયા પ્રોજેક્ટ હેઠળ વનપ્લસ યૂ અને વાઇ સીરીઝનું પ્રોડક્શન ભારતમાં કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news