Motorola One Action થયો લોન્ચ, જાણો તેના ફીચર અને કોમ્પિટિટર

આ સ્માર્ટફોનમાં 6.3ની ફુલ એચડી ડિસ્પ્લે છે, જેનો ઓસ્પેક્ટ રેશિયો 21:9 છે. તેને સિનેમા વિઝન નામ આપવામાં આવ્યું છે. પંચ હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે જે લેફ્ટ ટોપ કોર્નરમાં છે. 
 

Motorola One Action થયો લોન્ચ,  જાણો તેના ફીચર અને કોમ્પિટિટર

નવી દિલ્હીઃ અમેરિકન સ્માર્ટફોન મેકર મોટોરોલાએ ભારતીય બજારમાં Motorola One Action લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 13999 રૂપિયા છે. તેનો પ્રથમ સેલ 30 ઓગસ્ટે ફ્લિપકાર્ટ પર બપોરે 12 કલાકે શરૂ થશે. આવો આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે જાણીએ. 

117 ડિગ્રીનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો
સમાચાર પોર્ટલ જીએસએમઅરેનાના રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનું મહત્વપૂર્ણ ફીચર 117 ડિગ્રીનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો છે, જે યૂજર્સને ફોનને સીધો પકડશે તો પણ લેંડસ્કેપ ફોર્મેટમાં વીડિયો શૂટ કરવામાં સક્ષમ બનાવશે. 

ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે
ફોનમાં 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનો એક્સપેક્ટ રેશિયો 21:9 છે. તેમાં ઓક્ટાકોર પ્રોસેસરની સાથે 4 જીબી રેમ આપવામાં આવી છે. તેમાં 128 જીબીની ઇન બિલ્ટ સ્ટોરેજ છે, જેમાં માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. 

ટ્રિપલ કેમેરા સેટઅપ
તેની પાછળના ભાગે ટ્રિપલ કેમેરા સેટઅપમાં 12 મેગાપિક્સલનું પ્રાઇમરી સેંસર, 5 મેગાપિક્સલનું સેકેંડરી ડેપ્થ સેંસર અને એક ત્રીજો 16 મેગાપિક્સનો ક્વેડ પિક્સલ કેમેરા સામેલ છે. 

એંડ્રોઇડ પાઇ
આ ડિવાઇસ એંડ્રોઇડ પાઇ પર કામ કરે છે, જેમાં એંડ્રોઇડ ક્યૂનું નિશ્વિત અપડેટ મળશે. તેમાં ડ્યુઅલ સિમ, બ્લ્યૂટૂથ 5.0, 4જી વીઓએલટીઇ જેવા ફીચર્સ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news