ચાર ફેઝમાં રોલઆઉટ થશે MIUI 11, જાણો તમને ક્યારે મળશે અપડેટ

કંપની ભારતમાં તેને શાઓમી સ્માર્ટફોન યૂઝરોને આપવા જઈ રહી છે અને તેનો રોડમેપ શેર કર્યો છે. આ અપડેટને 4 ફેઝમાં રોલઆઉટ કરવામાં આવશે. 

ચાર ફેઝમાં રોલઆઉટ થશે MIUI 11, જાણો તમને ક્યારે મળશે અપડેટ

નવી દિલ્હીઃ ગૂગલે હાલમાં નેક્સ્ટ જનરેશન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ Android 10 રિલીઝ કર્યું છે અને ઘણા સ્માર્ટફોન મેકર આ લેટેસ્ટ અપડેટ પોતાના ડિવાઇસિઝને આપી રહ્યાં છે. શાઓમી પણ આ રેસમાં પાછળ રહેવા ઈચ્છતું નથી અને પોતાના સ્માર્ટફોન્સ માટે એન્ડ્રોઇડ 10 બેસ્ડ MIUI 11 રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. યૂઝરને ઘણા ફેઝમાં લેટેસ્ટ MIUI અપડેટ મળશે. 

કંપની ભારતમાં તેને શાઓમી સ્માર્ટફોન યૂઝરોને આપવા જઈ રહી છે અને તેનો રોડમેપ શેર કર્યો છે. આ અપડેટને 4 ફેઝમાં રોલઆઉટ કરવામાં આવશે. શાઓમીએ આજે ભારતમાં Redmi 8 Pro લોન્ચ કર્યો છે અને આ સાથે જણાવ્યું કે, MIUI 11 અપડેટ ક્યારે ક્યા સ્માર્ટફોનને આપવામાં આવશે. તમે લિસ્ટમાં જોઈ શકો છે તમારા ડિવાઇઝને લેટેસ્ટ અપડેટ ક્યારે મળશે. 

ફેઝ 1 (22-31 ઓક્ટોબર): હાઈ-એન્ડ શાઓમી ફોન્સ જેવા Poco F1, Redmi K20, Redmi Note 7, Redmi Note 7 Pro alongside the Redmi Note 7S और Redmi Y3 ને સૌથી પહેલા MIUI 11  અપડેટ મળશે.

ફેઝ 2 (4-12 નવેમ્બર): 4 નવેમ્બરથી Redmi Redmi K20 Pro, Redmi 6, Redmi 6 Pro, Redmi 6A Redmi Note 5, Redmi Note 5 Pro, Redmi 5. Redmi 5A, Redmi Note 4, Redmi Y1, Redmi Y1 lite, Redmi Y2, Redmi 4, Mi

Mix 2 અને Mi Max 2ને લેટેસ્ટ અપડેટ મળવાનું શરૂ થશે અને 12 નવેમ્બર સુધી મળશે.

ફેઝ 3 (12-29 નવેમ્બર): શાઓમીની અન્ય ડિવાઇઝ Redmi Note 6 Pro, Redmi 7A Redmi 8, Redmi 8A और Redmi Note 8ને ત્રીજા ફેઝમાં MIUI 11 અપડેટ આપવામાં આવશે. 

ફેઝ 4 (18-26 ડિસેમ્બર): Redmi Note 8 Pro એકમાત્ર ડિવાઇઝ છે, જેને ચોથા ફેઝમાં લેટેસ્ટ MIUI 11 અપડેટ મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news