MICROSOFT એ આપી ચેતવણી! તાત્કાલિક તમારા WINDOWS PC ને અપડેટ કરો, નહીં તો લોચા પડશે

MICROSOFT પોતાના યુઝર્સને કોઈ એન્ડ્રોઈડ ફોનની જેમ સતત અપડેટ મોકલતું રહે છે. જેથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે, તેમજ સિક્યોરિટી પણ જળવાઈ રહે છે. તેવામાં MICROSOFTએ તેના યુઝર્સને પોતાની સિસ્ટમ અપડેટ કરવા ખાસ સૂચન કર્યું છે. આ અપડેટમાં કેમ છે મહત્વની આવો જાણીએ.

MICROSOFT એ આપી ચેતવણી! તાત્કાલિક તમારા WINDOWS PC ને અપડેટ કરો, નહીં તો લોચા પડશે

નવી દિલ્લીઃ MICROSOFT પોતાના યુઝર્સને કોઈ એન્ડ્રોઈડ ફોનની જેમ સતત અપડેટ મોકલતું રહે છે. જેથી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફીચર મળી શકે, તેમજ સિક્યોરિટી પણ જળવાઈ રહે છે. તેવામાં MICROSOFTએ તેના યુઝર્સને પોતાની સિસ્ટમ અપડેટ કરવા ખાસ સૂચન કર્યું છે. આ અપડેટમાં કેમ છે મહત્વની આવો જાણીએ.

No description available.

MICROSOFTએ પોતાની WINDOWSના યુઝર્સને સિસ્ટમ અપડેટ કરવા કહ્યું છે. આ અંગે કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે અપડેટ કરવામાં વિલંબ ન કરવો. MICROSOFTએ WINDOWS યુઝર્સ માટે અરજન્ટ સિક્યોરિટી અપડેટ જાહેર કરી છે. આ અપડેટને ઈન્સ્ટોલ ન કરવામાં આવતા તમારું PC હેકિંગનો શિકાર બની શકે છે.

આ અપડેટ ઈન્સ્ટોલ કરવાથી WINDOWSમાં PRINT NIGHTMARE સિક્યોરિટી ઈશ્યુને ફિક્સ કરી શકાશે. આ ઈશું અંગે રિસર્ચરે ગત સપ્તાહે રિપોર્ટ આપ્યો હતો. MICROSOFTએ વધુમાં કહ્યું કે સિક્યોરિટી અપડેટને 6 જુલાઈના જાહેર કરવામાં આવી હતી. આને CVE-2021-1675 અને અન્ય બીજા રિમોટ કોડ એગ્ઝીક્યુશન એક્સપ્લોઈટને WINDOWS PRINT SPOOLER સર્વિસને સુરક્ષા આપવામાં આવી છે. WINDOWS PRINT SPOOLERને જ PRINT NIGHTMARE કહેવામાં આવે છે.

No description available.

આપને જણાવી દઈએ તે ગત સપ્તાહે રિસર્ચરે જણાવ્યું હતું કે PRINT NIGHTMAREમાં કેટલીક ખામી છે. આ કારણે હેકર્સ તેનો ખોટો ફાયદો ઉપાડે છે. તેઓ રિમોટ કોડ એગ્ઝીક્યુટ કરી શકે છે. આથી તેઓ કોઈ પણ પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરી શકે છે. આ સિવાય તેઓ નવા એકાઉન્ટ્સ પણ એડમિન રાઈટ સાથે બનાવી શકે છે. આથી કોઈ પણ મોટા હેકિંગની ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે. આ ઈશુ સામે આવ્યા બાદ માઈક્રોસોફ્ટે આના પર ધ્યાન આપ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે રિમોટ કોડને ત્યારે એગ્ઝીક્યુટ કરવામાં આવી શકે છે જ્યારે WINDOWS PRINT SPOOLER સાચી રીતે કામ નથી કરતું.

હેકર્સ આનો જ ફાયદો ઉપાડી શકે છે. નવા સિક્યોરિટી પેચ સાથે MICROSOFTએ આ ઈશુને ફિક્સ કર્યો છે. જો તમે પણ WINDOWS યુઝર છો તો તમે તમારા PCને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. કંપનીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમામ WINDOWS વર્ઝન આ સિક્યોરિટી ઈશુનો શિકાર થઈ શકે છે. આ માટે અપડેટ ઈન્સ્ટોલ કરવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news