Gandhinagar: અષાઢીબીજથી ખૂલશે અક્ષરધામ મંદિરના દ્વાર, કરવું પડશે આ નિયમોનું પાલન
દર્શન કરવા માટે સવારે 10 કલાકથી થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસર (Akshardham Temple) માં પ્રવેશ મળી શકશે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં હવે ધીમે ધીમે કોરોના (Coronavirus) ના કેસ ઘટી રહ્યા છે. ત્યારે હવે બધુ ધીમે ધીમે છૂટછાટોમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ત્યારે હવે તા. 12 જૂલાઈ એટલે કે સોમવારથી રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર (Gandhinagar) ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ (Swaminarayan Akshardham) સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે 9 એપ્રિલથી ગાંધીનગર અક્ષરધામ મંદિર (Akshardham Temple) ના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા.
દર્શન કરવા માટે સવારે 10 કલાકથી થી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસર (Akshardham Temple) માં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિર (Akshardham Temple) ના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટર શોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.
દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે. તેમ જ સોશિયલ ડીસ્ટન્સીન્ગનુ પણ પાલન કરવાનું રહેશે.
પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ covid-19ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે