ખુશખબરીઃ 15 સપ્ટેમ્બર પહેલા ભારતમાં થશે 3 ધાંસૂ કારની એન્ટ્રી, લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો વિગત

ટાટા કર્વના ઈન્ટીરિયરમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોયડ ઓટો એન્ડ એપલ કારપ્લે કનેક્ટિવિટી, 12.25 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને વાયરલેસ ફોન ચાર્જર પણ મળશે.

ખુશખબરીઃ 15 સપ્ટેમ્બર પહેલા ભારતમાં થશે 3 ધાંસૂ કારની એન્ટ્રી, લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે ટૂંક સમયમાં નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. સપ્ટેમ્બર મહિનામાં દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓ પોતાના નવા મોડલ ભારતીય માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. તેમાંથી ત્રણ મોડલ 15 સપ્ટેમ્બર પહેલા માર્કેટમાં લોન્ચ થશે. મહત્વનું છે કે પહેલાથી ત્રણ કારની લોન્ચ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. આ ત્રણેય અપકમિંગ મોડલમાં બે એસયુવી અને એક ઈલેક્ટ્રિક કાર સામેલ છે. જો અપકમિંગ ઈલેક્ટ્રિક કારની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને સિંગલ ચાર્જ પર 500 કિલોમીટરની આસપાસ રેન્જ મળી શકે છે. આવો જાણીએ સપ્ટેમ્બરમાં લોન્ચ થનારી ત્રણ કારના સંભવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિસ્તારથી...

Tata Curvv
ભારતીય માર્કેટમાં અપકમિંગ ટાટા કર્વનું ICE વર્ઝન 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે. મહત્વનું છે કે આ પહેલા ટાટા કર્વના ઈલેક્ટ્રિક વેરિએન્ટ ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ ગયું છે. ટાટા કર્વનો માર્કેટમાં સીધો મુકાબલો હ્યુન્ડઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઇડર જેવી એસયુવી સામે થશે. ટાટા કર્વના ઈન્ટીરિયરમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોયડ ઓટો એન્ડ એપલ કારપ્લે કનેક્ટિવિટી, 12.25 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને વાયરલેસ ફોન ચાર્જર પણ મળશે. આ સિવાય પેસેન્જર સેફ્ટી માટે એસયુવીમાં 360 ડિગ્રી કેમેરા અને લેવલ 2 ADAS ટેક્નોલોજી જેવા ફીચર્સ પણ મળશે. 

New Hyundai Alcazar
હ્યુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટની અપાર સફળતા બાદ કંપની આગામી 3 સપ્ટેમ્બરે ભારતીય માર્કેટમાં પોતાની પોપુલર એસયુવી અલ્કાઝારના અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવાની છે. હ્યુન્ડઈ અલ્કાઝાર ફેસલિફ્ટમાં ગ્રાહકોને 10.25 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચનું ડિજિટલ ઈન્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પેનોરમિક સનરૂફ જેવા ફીચર્સ મળશે. આ સિવાય અપડેટેડ હ્યુન્ડઈ અલ્કાઝાર 70થી વધુ કનેક્ટેડ ફીચર્સ અને 270થી વધુ એમ્બેડેડ વોઇસ કમાન્ડથી લેસ હશે. પરંતુ અપડેટેડ હ્યુન્ડઈ અલ્કાઝારના પાવરટ્રેનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.

MG Windsor EV
એમજી મોટર પોતાની નવી ઈલેક્ટ્રિક કાર ભારતમાં 11 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. કંપનીની અપકમિંગ ઈલેક્ટ્રિક કાર એમજી વિંડસર ઈવી હશે. તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં 15.6 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, ડિજિટલ ઈન્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મોટો ગ્લાસ રૂફ મળશે. તો ઘણા માડિયા રિપોર્ટ્સ અમજીની અપકમિંગ ઈલેક્ટ્રિક કારમાં સિંગલ ચાર્જ પર 500 કિમી આસપાસની રેન્જ મળવાનો દાવો કરી રહ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news