EV Launch: MGની બે દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર આ મહિને થશે લોન્ચ, ફુલ ચાર્જમાં આપશે 200KM રેન્જ

MG Upcoming Electric Car:આ  બે દરવાજાવાળી માઇક્રો EV હશે, જેનું નામ MG કોમેટ છે. હાલમાં જ આ કાર દિલ્હી-NCRમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આવો જાણીએ આ કાર સાથે જોડાયેલી તમામ વિગતો..

EV Launch: MGની બે દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર આ મહિને થશે લોન્ચ, ફુલ ચાર્જમાં આપશે 200KM રેન્જ

MG Comet EV Launch: ભારતીય બજારમાં સસ્તી ઈલેક્ટ્રિક કારની વધતી જતી માંગને જોઈને MG Motors પણ નવું મૉડલ લૉન્ચ કરવા જઈ રહી છે. MG Motorsની નવી ઈલેક્ટ્રિક કાર ભારતની બાકીની ઈલેક્ટ્રિક કારથી તદ્દન અલગ હશે. તે બે દરવાજાવાળી માઈક્રો ઈવી હશે, જેને એમજી કોમેટ નામ આપવામાં આવ્યું છે. હાલમાં જ આ કાર દિલ્હી-NCRમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આવો જાણીએ આ કારને લગતી તમામ વિગતોઃ

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ 2-દરવાજાની EV ભારતમાં એપ્રિલ 2023માં લૉન્ચ કરવામાં આવશે અને તેની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોવાની અપેક્ષા છે. આ માઈક્રો-EV કિંમતની બાબતમાં Tata Tiago EV અને Citroen eC3 સાથે સીધી સ્પર્ધા કરશે. કોમેટ EV એ MGની સિસ્ટર બ્રાન્ડ Wuling Air EVનું રિબેજ્ડ વર્ઝન હશે, જે ઇન્ડોનેશિયામાં વેચાય છે.

બેટરી અને રેન્જ
MG કોમેટ એ ZS-EV પછી ભારતમાં કંપનીની બીજી સંપૂર્ણ ઇલેક્ટ્રિક પેશકશ હશે. તે 20 kWh અને 25 kWhના બે બેટરી પેકમાં લોન્ચ થવાની ધારણા છે. આ બેટરી પેકની રેન્જ ફુલ ચાર્જ થવા પર 150 કિમીથી 200 કિમીની વચ્ચે હોવાની અપેક્ષા છે. બેટરી પેકમાં લાઇટવેઇટ LFP (લિથિયમ-આયર્ન ફોસ્ફેટ) કેમેસ્ટ્રી હશે, જે લોન્ગ બેટરી લાઈફ ઓફર કરે છે.

MG કોમેટ પ્રીમિયમ સુવિધાઓ સાથે આવશે જેમ કે ડ્યુઅલ 10.25-ઇંચ ડિજિટલ સ્ક્રીન અને કનેક્ટેડ ફીચર્સ. બહારની બાજુએ, તેમા LED લાઇટ્સ અને LED હેડલેમ્પ્સ અને ટેલ લેમ્પ્સ જોવા મળશે. એકંદરે, તે એક સસ્તું EV હશે. અહેવાલો અનુસાર, MG Air તેના નાના કદ હોવા છતાં એક પ્રીમિયમ ઓફર હશે. તેની કિંમત Tata Tiago EV કરતાં વધુ હશે, જે રૂ. 8.69 લાખથી શરૂ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news