34km સુધી માઇલેજ, કેબિનમાં સ્પેસ જ સ્પેસ, પછી નંબર-1 બની 5.54 લાખની કાર
Top Selling Car In February 2024: ગત ફેબ્રુઆરીના મહિનામાં પણ વેગનઆર ટોપ સેલિંગ કાર રહી છે. ફેબ્રુઆરી 2024 વેગનઆરના કુલ 19,412 યૂનિટ્સ વેચાયા છે.
Trending Photos
Top Selling Car In February 2024- Maruti Wagon R: બે દાયકાથી પણ વધુ સમયથી ઇન્ડીયન કાર માર્કેટમાં ઉપલબ્ધ મારૂતિ સુઝુકી વેગનઆર ઘણા અપગ્રેડ્સ અને ફેસલિફ્ટ્સમાંથી પસાર થઇ ચૂકી છે. એટલા માટે આ કાર ફીચર્સ, માઇલેજ, સ્પેસ અને અફોર્ડેબિલિટી સાથે પ્રેકટિકલ બની ગઇ છે.
આ કારણ છે કે મારૂતિ સુઝુકી વેગનઆર આજે પણ ખૂબ ખરીદવામાં આવે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં પણ વેગનઆર ટોપ સેલિંગ કાર રહી છે. ફેબ્રુઆરી 2024 માં વેગનઆરના કુલ 19,412 યૂનિટ્સ વેચાયા છે. વાર્ષિક આધાર પર તેનું વેચાણ 15% વધ્યું છે કારણ કે ફેબ્રુઆરી 2023 માં 16,889 યૂનિટ્સ વેચાયા હતા.
બે એન્જિન ઓપ્શન
વેગનઆરમાં બે એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે, પહેલું 1-લિટર પેટ્રોલ એન્જિન છે જે 67PS અને 89Nm અને બીજું 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે જે 90PS અને 113Nm જનરેટ કરે છે. અગાઉના (1-લિટર) એન્જિન સાથે CNG કિટ પણ ઓફર કરવામાં આવે છે, CNG પર તે 57PS અને 82.1Nm બનાવે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની પસંદગી છે.
નીતા અંબાણી બાદ ઇશા અંબાણીનો નેકલેસ ચર્ચામાં, જાણો 7 વર્ષ જૂના હારની કહાની
આ 5 રાશિઓ માટે આગામી અઠવાડિયા રહેશે લકી, ગ્રહોની ચાલ પરિવર્તનથી થશે નોટોનો વરસાદ
34 કિમી સુધી માઈલેજ
-- 1-લિટર પેટ્રોલ મેન્યુઅલ - 23.56 kmpl
-- 1-લિટર પેટ્રોલ AMT - 24.43 kmpl
-- 1.2-લિટર પેટ્રોલ મેન્યુઅલ - 24.35 kmpl
-- 1.2-લિટર પેટ્રોલ AMT - 25.19 kmpl
-- 1-લિટર પેટ્રોલ (CNG પર) - 34.05 km/kg
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોની બલી! સોનેરી સપનાં દેખાડી કોણ મોકલી રહ્યું છે રશિયા
રાત-દહાડો મોબાઇલ વાપરતાં હોય તો ચેતી જજો, કેન્સર સહિતના રોગોનું ઘર બની જશે શરીર
કેબિન સ્પેસ અને ફીચર્સ
મારૂતિ સુઝુકી વેગનઆર ટોલબોય ડિઝાઇન સાથે આવે છે, જેના કારણે તેનું કેબિન ખૂબ સ્પેશિયસ લાગે છે અને સારો હેડરૂમ મળી જાય છે. તેમાં 7-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પે, 4-સ્પીકર મ્યૂઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉંટેડ ઓડિયો એન્ડ ફોન કંટ્રોલ્સ, 14 ઇંચ એલોય વ્હીલ, ડ્યૂલ ફ્રંટ એરબેગ, ઇબીડી સાથે એબીએસ અને રિયર પાર્કિંગ સેંસર જેવા ફીચર્સ છે.
KYC: એક જ ફોન નંબર સાથે લિંક છે એકથી વધુ બેંક એકાઉન્ટ્સ તો આ સમાચાર તમારા માટે છે
ડોક્ટરોએ કર્યો એવો કમાલ કે મૃત મહિલાના હાથ વડે ખાવા લાગ્યો ચિત્રકાર
કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ
તેની પ્રાઇઝ રેંજ 5.54 લાખ રૂપિયાથી 7.38 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે. તેમાં બે સીએનજી વેરિએન્ટ્સ છે. જેની કિંમત 6.45 લાખ રૂપિયા અને 6.89 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
30 વર્ષમાં ફક્ત ₹1 વધ્યો ભાવ છતાં બંપર નફો, દરજીએ ઉભી કરી દીધી ₹17000 કરોડની કંપની
સામાન્ય નથી આ બકરી, આની આગળ Luxury Car પણ લાગશે સસ્તી, જાણો શું છે ખાસિયત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે