જો તમારી પાસે બલેનો કે વેગનઆર કાર હોય તો સાવધાન! મારુતિએ પાછી ખેંચી 16000 કાર, જાણો કારણ
Automobile : જો તમારી પાસે પણ મારુતિની ગાડી હોય તો આ સમાચાર તમારા માટે છે કારણ કે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ એન્જિનમાં ખરાબીના પગલે 16 હજારથી વધુ ગાડીઓને માર્કેટમાંથી પાછી મંગાવી છે.
Trending Photos
Automobile : જો તમારી પાસે પણ મારુતિની ગાડી હોય તો આ સમાચાર તમારા માટે છે કારણ કે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ એન્જિનમાં ખરાબીના પગલે 16 હજારથી વધુ ગાડીઓને માર્કેટમાંથી પાછી મંગાવી છે. પાછી ખેંચાયેલી કારોમાં કંપનીના બે સૌથી વધુ વેચાતા મોડલ છે. કંપનીએ શુક્રવારે 22 માર્ચના રોજ જાહેરાત કરી કે જે પણ ગ્રાહક પાસે આ મોડલ હોય તેમણે પોતાના નજીકના સર્વિસ સેન્ટરમાં લઈ જઈને જરૂરી ફેરફાર કરાવી લેવા જોઈએ.
આ બે મોડલની કારો વિશે જાહેરાત
મારુતિ તરફથી બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ મારુતિના સૌથી વધુ વેચાતા મોડલોમાંના બલેનો અને વેગન આર મોડલની કારોમાં આ ખરાબી આવી છે. કંપનીએ આશંકા વ્યક્ત કરી છે કે આ બંને મોડલની લગભગ 16 હજાર કારોના ફ્યૂલ પંપ મોટરમાં મુશ્કેલી આવી છે. જેના કારણે કારના સ્ટાર્ટ થવામાં સમસ્યા જોવા મળી રહી છે. આ કારોના એન્જિન સ્ટાર્ટ થવામાં મુશ્કેલી આવવાની સાથે સાથે આ કારો ચાલતા ચાલતા બંધ પણ થઈ જાય છે. આથી આ કાર માલિકોને કંપનીએ અપીલ કરી છે કે તેમણે નજીકના સર્વિસ સેન્ટર પર લઈને જઈને કમ્પોનેન્ટને બદલાવી લેવા જોઈએ.
કયા મોડલની કેટલી કારો સામેલ
મારુતિના જણાવ્યાં મુજબ બલેનોની 11851 કારોમાં આ સમસ્યા આવી છે જ્યારે વેગનઆરની 4190 કારોમાં આ પ્રકારની સમસ્યા આવી રહી છે. કાર માલિકોએ ભોગવવું ન પડે અને તેમને કોઈ અસુવિધા ન થાય આથી ખરાબ ઉપકરણોને કંપનીના સર્વિસ સેન્ટર પર બદલાઈ શકાય છે. જે તમને ફાયદો કરાવશે.
ફ્રીમાં થશે ફેરફાર
મારુતિએ કહ્યું છે કે જે ગ્રાહકોની કારોમાં આ સમસ્યા આવી રહી છે તે ગ્રાહકો નજીકના સર્વિસ સેન્ટર પર જઈને બદલાવી શકાય છે. આ માટે તેમણે એક પણ પૈસો ચૂકવવાની જરૂર નથી. કંપનીએ જણાવ્યું કે આ કારોનું નિર્માણ 30 જુલાઈ 2019થી 1 નવેમ્બર 2019 વચ્ચે થયું છે. કંપનીએ કહ્યું કે આ દરમિયાન બનાવવામાં આવેલી કારોના એન્જિનના ફ્યૂલ પંપ મોટરમાં ખરાબી આવી ગઈ છે. તેમાંથી કેટલીક કારોના એન્જિનમાં સ્ટાર્ટ થવાની સમસ્યા આવી શકે છે.
ગત વર્ષે પાછી ખેંચી હતી 88 હજાર કાર
એવું નથી કે મારુતિએ પહેલીવાર ખરાબીના કારણે પોતાની કારો પાછી મંગાવી છે. આ અગાઉ જુલાઈ 2023માં 87,599 કારોને પાછી મંગાવવામાં આવી હતી. જેમાં S-Presso અને Eeco જેવા મોડલ સામેલ હતા. કંપનીએ કહ્યું હતું કે 5 જુલાઈ 2021થી 15 ફેબ્રુઆરી 2023 વચ્ચે બનેલી આ કારોનો સ્ટિયરિંગ રોડમાં ખરાબી આવી હતી. આ હાલના સમયમાં મારુતિનું સૌથી મોટુ રિકોલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે