Maruti Suzuki માટે ખરાબ સમાચાર, માર્ચમાં નાની કારોનું વેચાણ 55 ટકા સુધી ઘટ્યું
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાનું વેચાણ માર્ચમાં 1.6 ટક ઘટીને 1,58,076 રહ્યું. ગત વર્ષે આ મહિનામાં કંપનીએ 1,60,598 વાહન વેચ્યા હતા. મારૂતિએ એક નિવેદનમાં જણાવ્યું કે સમીક્ષાગાળામાં તેનું સ્થાનિક વેચાણ સામાન્ય રીતે ઘટીને 1,47,613 રહ્યું જે માર્ચ 2018માં 1,48,582 વાહન હતું. કંપનીની નાની કારોનું વેચાણ આ દરમિયાન 55.1 ટકા ઘટ્યું. આ આંકડો 16,826 વાહનોનો રહ્યો જે ગત વર્ષે આ મહિનામાં 37,511 વાહન હતો.
સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાઇર જેવી કોમ્પેક્ટ શ્રેણીઓની કારોનું વેચાણ સમીક્ષાગાળામાં 82,532 વાહન રહ્યું જે ગત વર્ષે માર્ચની 68,885 વાહનોના વેચાણથી 19.8 ટકા વધુ છે. માર્ચમાં કંપનીએ 10,463 વાહનોનું નિર્યાત કર્યું જે ગત વર્ષે આ મહિનાના 12,016 વાહનોના નિર્યાતથી 12.9 ટકા ઓછું છે. નાણાકીય વર્ષમાં કંપનીનું કુલ વેચાણ 18,62,449 વાહન રહ્યું જે 2017-18 નું 17,79,574 વાહન વેચાણથી 4.7 ટકા વધુ છે.
તાજેતરમાં જ જાહેર થયેલા રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં અલ્ટો કાર સૌથી વધુ વેચાઇ હતી. ફેબ્રુઆરીમાં ટોપ-10 સેલિંગ કારમાં 6 કાર મારૂતિ સુઝુકીની હતી. સિયામના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં મારૂતિની કુલ 24,751 અલ્ટો કાર વેચાઇ હતી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં અલ્ટોની 19,941 કાર વેચાઇ હતી અને આ મોડલ બીજા સ્થાન પર રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે