2022 Mahindra Scorpio નવા નામથી અને તદ્દન નવા અવતાર સાથે થશે લોન્ચ
Mahindra Automotive ટૂંક સમયમાં નવી પેઢીની સ્કોર્પિયો લોન્ચ કરી શકે છે અને નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કંપની 2022 મોડલને નવા નામ સાથે લોન્ચ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: મહિન્દ્રા નવી પેઢીની સ્કોર્પિયોને ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે અને તે ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવી છે. હવે આ માહિતી સામે આવી છે કે કંપની તેને દેશમાં નવા નામથી લોન્ચ કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહિન્દ્રાની નવી સ્કોર્પિયોને સ્કોર્પિયો સ્ટિંગ અથવા મહિન્દ્રા સ્કોર્પિયન નામથી માર્કેટમાં લાવવામાં આવી શકે છે. કંપની નવી SUVના પાવરફુલ વેરિઅન્ટને સ્કોર્પિયન નામ આપી શકે છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો સાથે વર્તમાન મોડલનું વેચાણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ છે કે નવી સ્કોર્પિયો વર્તમાન મોડલનું સ્થાન લેશે નહીં.
9-ઇંચ ટચસ્ક્રીનનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
2022 મહિન્દ્રા સ્કોર્પિયો પરની અન્ય વિશેષતાઓમાં સૌથી મહત્વની અદ્યતન ડ્રાઈવર સહાયતા સિસ્ટમ હોઈ શકે છે જે તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ મહિન્દ્રા XUV700 માં જોવા મળે છે. કારના ટોપ મોડલમાં પણ આ ફીચર મળવાની આશા છે. અહીં ગ્રાહકો 10-સ્પીકર ઓડિયો સિસ્ટમ, 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એલઇડી લાઇટ ઓલ ઓવર, 6 એરબેગ્સ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવી હાઇ-ટેક સુવિધાઓ પણ મેળવી શકે છે. કંપની આ કાર સાથે 360-ડિગ્રી કેમેરા પણ આપશે, જે નવી સ્કોર્પિયોને સુરક્ષાની દ્રષ્ટિએ એક શાનદાર SUV બનાવશે.
નવી સ્કોર્પિયો દેખાવમાં ખૂબ જ આકર્ષક
નવી પેઢીના સ્કોર્પિયો વિશે ઘણી માહિતી બહાર આવી છે. પ્રસ્તુત ઇમેજ SUVના આગળના ભાગમાં એક મોટી ગ્રિલ બતાવે છે જે સમગ્ર આગળના ભાગને ઘેરી લે છે. તેની સાથે જોડાયેલ LED હેડલેમ્પ્સ પણ આ ગ્રિલના એક ભાગ તરીકે જોવામાં આવે છે. નવી સ્કોર્પિયો દેખાવમાં એકદમ મજબૂત છે, જેમાં શાર્ક ફિન એન્ટેના, પાછળના દરવાજા પર સ્પોઈલર, મલ્ટી સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી SUV સંપૂર્ણપણે સ્ટીકરોથી ઢંકાયેલી હતી, તેથી બાકીની કેટલીક વિગતો જાહેર કરવામાં આવી નથી. નવી મહિન્દ્રા સ્કોર્પિયોના આગળ અને પાછળના ભાગમાં મજબૂત બમ્પર આપવા સાથે, કંપનીએ LED ટેલલેમ્પ્સ આપ્યા છે.
2.0-લિટર mHawk ટર્બો પેટ્રોલ
ફીચર્સ વિશે વાત કરીએ તો, SUVમાં મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળી શકે છે. નવી પેઢીની સ્કોર્પિયો 155 bhp પાવર અને 360 Nm પીક ટોર્ક બનાવતા 2.0-લિટર mHawk ટર્બો પેટ્રોલ સાથે મળી શકે છે અને 2.0-લિટર 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 150 bhp પાવર અને 300 Nm પીક ટોર્ક સાથે મળી શકે છે. કંપની આ બંને એન્જિન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓફર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે