India vs South Africa: ભારતના સૂપડા થયા સાફ, ભારતે ત્રીજી વનડેમાં ચાખ્યો હારનો સ્વાદ

દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડે (ODI) માં ભારતીય ટીમ (India vs South Africa) ને 4 રનથી માત આપી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ક્વિન્ટન ડી કોકની શાનદાર સદીની મદદથી ભારતને 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

India vs South Africa: ભારતના સૂપડા થયા સાફ, ભારતે ત્રીજી વનડેમાં ચાખ્યો હારનો સ્વાદ

કેપ ટાઉન: દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડે (ODI) માં ભારતીય ટીમ (India vs South Africa) ને 4 રનથી માત આપી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ક્વિન્ટન ડી કોકની શાનદાર સદીની મદદથી ભારતને 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શિખર ધવન, વિરાટ કોહલી (Virat Kohli) અને દીપક ચહરની અડધી સદી છતાં ભારતીય ટીમ 283 રન જ બનાવી શકી હતી. આ સાથે આફ્રિકન ટીમે ભારતને વનડે શ્રેણીમાં 3-0થી ભારતના સૂપડા સાફ કરી દીધા હતા. આફ્રિકન ટીમે ટેસ્ટ શ્રેણી પણ 2-1થી જીતી હતી.

The hosts complete a 3-0 whitewash with a four-run win in the third and final ODI 👏🏻

— ICC (@ICC) January 23, 2022

કેશવ મહારાજે બોલિંગ કરતાં 10 ઓવરમાં 39 રન આપીને એક વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન કેએલ રાહુલ અને શિખર ધવન ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી શક્યા ન હતા. ભારતીય ટીમને પહેલો ફટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો. રાહુલ માત્ર 9 રન બનાવીને લુંગી એનગીડીના બોલ પર સ્લિપમાં જાનેમન મલાનને કેચ આપી દીધો હતો. ત્યારબાદ વિરાટ કોહલી ત્રીજા નંબરે ઉતર્યો હતો. કોહલી અને ધવને બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી.

શિખર ધવન તેની 18મી સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ 61 રનના વ્યક્તિગત સ્કોર પર એન્ડીલે ફેહલુકવાયોના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ ચોથા નંબરે આવેલા રિષભ પંતે ફરી એકવાર પોતાની વિકેટ ગુમાવી હતી. પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારવાના ચક્કરમાં પંત બાઉન્ડ્રી પર સિંગાડા મગાલાના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ કારકિર્દીની 64મી અડધી સદી પૂરી કરી હતી. જો કે, તે કેશવ મહારાજના એક શાનદાર બોલ પર 65 રન બનાવીને બાવુમાના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ અય્યર (26) અને સૂર્યકુમાર યાદવે (39) ચોક્કસપણે ભારતની જીતની આશા જગાવી હતી. પરંતુ મગાલાએ અય્યર અને પ્રિટોયિરસે યાદવને આઉટ કરીને ભારતની આશા પર પાણી ફેરવી વાળ્યું હતું.

ક્વિન્ટન ડી કોકે ભારત સામે ફટકારી છઠ્ઠી સદી
આ પહેલા સાઉથ આફ્રિકાએ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર ક્વિન્ટન ડી કોક (124) અને રાસી વેન ડેર ડુસેન (52 રન)ની અડધી સદીની મદદથી 287 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન ડી કોકે 130 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી અને વાન ડેર ડ્યુસેન સાથે ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ ભારતે આ બંનેની સતત વિકેટ લઈને ઘરેલૂ ટીમની રન ગતિ પર લગામ કસી હતી. પોતાની છઠ્ઠી ODI સદી સાથે, ડી કોકે ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડી વિલિયર્સના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news