મોંઘવારીની માર સહન કરે રહેલા લોકો વધુ એક આંચકો, April માં વધવાના છે LED TV ના ભાવ

રિપોર્ટ અનુસાર ગત એક મહિનામાં ઓપન સેલ પેનલ વૈશ્વિક બજારોમાં 35% સુધી મોંઘા થયા છે, જેની અસર ટીવીના ભાવ પર પડશે. પેનાસોનિક (Panasonic), હાયર (Haier) અને થોમસન (Thomson) જેવા મોટી બ્રાંડના અધિકારી પહેલાં જ તેના સંકેત આપી ચૂક્યા છે. 

મોંઘવારીની માર સહન કરે રહેલા લોકો વધુ એક આંચકો, April માં વધવાના છે LED TV ના ભાવ

નવી દિલ્હી: જો તમે પણ એલઇડી ટીવી (LED TV) ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે જલદી કરો. 1 એપ્રિલથી ટીવીના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે. તેનું કારણ ટીવી મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ થનાર ઓપન સેલ પેનલ (Open Cell Panel) માં અચાનક થયેલો વધારો ગણવામાં આવી રહ્યો છે. 

35% સુધી મોંઘી થઇ ઓપન સેલ
રિપોર્ટ અનુસાર ગત એક મહિનામાં ઓપન સેલ પેનલ વૈશ્વિક બજારોમાં 35% સુધી મોંઘા થયા છે, જેની અસર ટીવીના ભાવ પર પડશે. પેનાસોનિક (Panasonic), હાયર (Haier) અને થોમસન (Thomson) જેવા મોટી બ્રાંડના અધિકારી પહેલાં જ તેના સંકેત આપી ચૂક્યા છે. જ્યારે એલજી (LG) જેવી કેટલીક કંપનીઓ પહેલાં જ  LED TV ના ભાવ વધારી ચૂકી છે. 

5-7 ટકા સુધી મોંઘા થશે LED TV
પેનાસોનિક ઇન્ડીયા એન્ડ સાઉથ એશિયાના CEO મનીષ શર્માએ કહ્યું 'ઓપન સેલ પેનલની કિંમત સતત વધી રહી છે અને એટલા માટે ટીવીના ભાવ વધી રહ્યા છે. સંભાવના છે કે એપ્રિલ સુધી ટીવીના ભાવ વધી શકે છે. હાલના ટ્રેંડને જોતાં એપ્રિલ સુધી ભાવમાં 5-7 ટકા વધારો થઇ શકે છે.

સતત વધારવા પડી શકે છે ભાવ
આ પ્રકારે હાયર એપ્લાયન્સ ઇન્ડીયાના અધ્યક્ષ એરિક બ્રેંગાંજાએ કહ્યું કે ભાવને વધરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. ઓપન સેલના ભાવમાં જોરદાર તેજી આવી છે. જો આ યથાવત રહે છે, તો ભાવમાં સતત વધારો કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news