એકથી વધુ મોબાઈલ નંબર રાખશો તો ચૂકવવા પડશે પૈસા? હવે TRAI એ આપ્યો જવાબ, ખાસ જાણો

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એકથી વધુ સિમ કાર્ડ કે મોબાઈલ નંબર રાખનારા ગ્રાહકો પાસેથી ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર TRAI ફી વસૂલવાની યોજના ઘડી રહી છે જેને હવે ટ્રાઈએ ફગાવી દીધો છે.

એકથી વધુ મોબાઈલ નંબર રાખશો તો ચૂકવવા પડશે પૈસા? હવે TRAI એ આપ્યો જવાબ, ખાસ જાણો

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એકથી વધુ સિમ કાર્ડ કે મોબાઈલ નંબર રાખનારા ગ્રાહકો પાસેથી ટેલિકોમ સેક્ટરની રેગ્યુલેટર TRAI ફી વસૂલવાની યોજના ઘડી રહી છે જેને હવે ટ્રાઈએ ફગાવી દીધો છે. TRAI એ આવા દાવાઓને સંપૂર્ણ રીતે 'ખોટા અને પાયાવિહોણા' ગણાવતા કહ્યું છે કે આવા રિપોર્ટ ફક્ત જનતાને ગુમરાહ કરવાનું કામ કરે છે. ટ્રાઈએ એક નિવેદનમાં કહ્યું કે "કેટલાક મીડિયા હાઈસે રિપોર્ટ કર્યા છે કે TRAI એ મર્યાદિત સંસાધનોની કુશળ ફાળવણી સુનિશ્ચિત કરવા હેતુથી મોબાઈલ નંબર અને લેન્ડલાઈન નંબરો માટે ફી લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એવી અટકળો કે ટ્રાઈ અનેક સિમ/નંબર રાખનારા ગ્રાહકો પાસેથી ફી વસૂલવાની યોજનામાં છે, તે બિલકુલ ખોટું છે."

TRAI એ આ સાથે જ રાષ્ટ્રીય નંબરિંગ યોજનામાં ફેરફાર નામથી આવેલા તેના હાલના ડિસ્કશન પેપર અંગે પણ સ્પષ્ટીકરણ બહાર પાડ્યું હતું. આ ડિસ્કશન પેપર 6 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. TRAI એ 6 જૂનના રોજ ઈન્ડસ્ટ્રી પાસે આ અંગે વિચાર મંગાવ્યા હતા કે જો એલોટેડ ટેલિકોમ્યુનિકેશન આઈડેન્ટીફાયર (TI) સંસાધન એક નિશ્ચિત સમય મર્યાદાથી વધુ અનયૂઝ્ડ રહે તો શું ટેલિકોમ કંપનીઓ પર નાણાકીય પ્રતિબંધ લગાવવા જોઈએ. 

— TRAI (@TRAI) June 14, 2024

TRAI એ સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે ટેલિકોમ્યુનિટેશન્સ આઈડેન્ટિફાયર  (TI) સંસાધનોના એકમાત્ર સંરક્ષક હોવાના નાતે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે સપ્ટેમ્બર 2022માં તેમનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન દેશમાં ફોન નંબર સંસાધનોના કુશળ મેનેજમેન્ટ અને ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય નંબરિંગ યોજનામાં સંભવિત ફેરફાર પર ટ્રાઈ પાસેથી ભલામણો મંગાવવામાં આવી હતી. 

નિવેદન પ્રમાણે ટ્રાઈએ રાષ્ટ્રીય નંબરીંગ યોજના (NNP) ના સંસાધનો પર પોતાનું ડિસ્કશન પેપર બહાર પાડ્યું જેનો હેતુ ટેલિકોમ્યુનિકેશન્સ આઈડેન્ટિફાયર સંસાધનોની ફાળવણી અને ઉપયોગને પ્રભાવિત કરનારા તમામ પહેલુઓની સમીક્ષા કરવાનું છે. ટ્રાઈએ કહ્યું કે તેનો હેતુ આવા સંસાધનો પ્રસ્તાવિત કરવાનો પણ છે, જે ફાળવણી નીતિઓ અને ઉપયોગ પ્રક્રિયાને વધુ સારી બનાવશે. જેથી કરીને વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો માટે TI સંસાધનોનો પૂરતો ભંડાર સુનિશ્ચિત થઈ શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news