મચ્છર ભગાડવાનું મશીન કેટલી વીજળી વાપરે ખબર છે તમને? જાણીને થશે આશ્ચર્ય

Mosquito Repellent Machine: ગરમીના દિવસોમાં સૌથી વધારે મચ્છર ભગાડવાની મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના મશીન મળે છે જેને ચાલુ કરવાથી મચ્છર તમારા ઘરથી દૂર રહે છે. આ બધા જ મશીન ઈલેક્ટ્રિસિટી વડે ચાલે છે. મોટાભાગના ઘરમાં રાત આખી આ પ્રકારના મશીન ચાલુ રાખવામાં આવે છે...

મચ્છર ભગાડવાનું મશીન કેટલી વીજળી વાપરે ખબર છે તમને? જાણીને થશે આશ્ચર્ય

Mosquito Repellent Machine: ઉનાળામાં ગરમી કરતા પણ વધારે પરેશાન મચ્છર કરે છે. ગરમીથી મુક્તિ મેળવવી તો શક્ય પણ છે પરંતુ મચ્છરથી પીછો છોડાવો સરળ નથી. દિવસ અને રાત મચ્છર હેરાન પરેશાન કરી દે છે. વળી મચ્છરના કારણે બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી ગરમીના દિવસોમાં સૌથી વધારે મચ્છર ભગાડવાની મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના મશીન મળે છે જેને ચાલુ કરવાથી મચ્છર તમારા ઘરથી દૂર રહે છે. આ બધા જ મશીન ઈલેક્ટ્રિસિટી વડે ચાલે છે. મોટાભાગના ઘરમાં રાત આખી આ પ્રકારના મશીન ચાલુ રાખવામાં આવે છે જેથી મચ્છરનો ત્રાસ દૂર કરી શકાય. 

આ પણ વાંચો:

પરંતુ શું તમે જાણો છો કે રાત આખી મચ્છર નું મશીન ચલાવવાથી કેટલી વીજળી વપરાય છે ? મોટાભાગની કંપનીઓ એવા મશીન બનાવે છે જેમાં વીજળીની ખપત ઓછી થાય. મોટાભાગની મશીન પાંચથી સાત વોલ્ટ વીજળીનો ઉપયોગ કરે છે. એટલે કે એક નાઈટ બલ્બ જેટલી વીજળી મચ્છર ભગાડવાનું મશીન ઉપયોગ કરે છે. 

મચ્છર મારવાના મશીનમાં વીજળીનો ખર્ચ ઓછો થાય છે. જો તમે સતત 10 કલાક સુધી તેનો ઉપયોગ કરો તો અડધો unit વીજળી વપરાય છે. એટલે કે એક મહિનામાં 10 યુનિટ વીજળી વપરાશે. જો યુનિટના મહત્તમ ખર્ચની વાત કરીએ તો પણ મહિને લગભગ 65 રૂપિયા મચ્છરનું મશીન ખર્ચ કરશે. 

ઈલેક્ટ્રીક મોસ્કીટો રેપ્લન્ટ માં હીટર નો ઉપયોગ થાય છે. રોડ મશીન અને લિક્વિડ મશીનમાં હીટર કનેક્શન નું કામ કરે છે. તેના વડે મશીનની રોડ ગરમ થાય છે અને રીફીલમાં જે લીક્વીડ હોય તે આખા રૂમમાં ફેલાય છે જેના કારણે મચ્છર આખા રૂમમાં આવતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news