બેંક બેલેન્સ જાણવા ATM કે બેંકનો ધક્કો નહી ખાવો પડે, આધારકાર્ડથી ઘરે બેઠા જાણી શકશો

Aadhaar Card:આધારકાર્ડથી લોકોના ઘણા કામો હવે સરળતાથી થવા લાગ્યા છે. ત્યારે જો હવે તમારે તમારું બેંક બેલેન્સ જાણવું હોય તો તે પણ આધારકાર્ડથી જાણી શકાય છે. તે માટે અમુક સ્ટેપ્સ છે, જે ફોલો કરવા પડશે.

બેંક બેલેન્સ જાણવા ATM કે બેંકનો ધક્કો નહી ખાવો પડે, આધારકાર્ડથી ઘરે બેઠા જાણી શકશો

Aadhaar Card: જો કોઈ વ્યક્તિનું બેંક ખાતું છે અને તે ઓનલાઈન બેંકિંગ વ્યવહારો કરતો નથી, તો તેની પાસે બેંક શાખામાં જઈને અથવા ATMની મદદથી તેમના બેંક ખાતામાં નાણાં જાણવાનો વિકલ્પ છે. જો કે હવે કોઈપણ બેંક ખાતુ ખોલવા માટે આધાર કાર્ડ જરૂરી છે.

બેંક બેલેન્સ ચકાસો
ભારતમાં આજે આધારકાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. આ આધારકાર્ડથી ભારતમાં ઘણા બધા કામ થાય છે. જો તમારે બેંક ખાતું ખોલાવવુ હોય તો પણ આધારકાર્ડની જરૂર તો પડે જ છે. આધારકાર્ડની મદદથી ઘણા કામ હાથોહાથ થઈ જાય છે. એટલું જ નહીં આધારકાર્ડથી લોકોના ઘણા કામો હવે સરળતાથી થવા લાગ્યા છે. ત્યારે જો હવે તમારે તમારું બેંક બેલેન્સ જાણવું હોય તો તે પણ આધારકાર્ડથી જાણી શકાય છે. તે માટે અમુક સ્ટેપ્સ છે, જે ફોલો કરવા પડશે. 

આ પણ વાંચો:

આધારકાર્ડ
જો કોઈ વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે અને તે ઓનલાઈન બેંકિંગ વ્યવહારો કરતો નથી, તો તેની પાસે બેંક શાખામાં જઈને અથવા તો ATMની મદદથી બેંક બેલેન્સ જાણવાનો વિકલ્પ છે. જો કે હવે કોઈપણ બેંક ખાતુ ખોલવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડમાં ઘણી બધી માહિતી નોંધાયેલી હોય છે. જો કે ભારતના મોટાભાગના લોકોને એ વાતની જાણ નથી કે તેઓ આધાર કાર્ડની મદદથી પણ બેંક બેલેન્સ ચેક કરી શકે છે.

બેંક
હવે બેંક બેલેન્સ ચેક કરવા માટે પણ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આધાર કાર્ડને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથે પણ લિંક કરવામાં આવ્યું છે. ત્યારે હવે ઘરે બેઠા આધાર કાર્ડની મદદથી પણ બેંક બેલેન્સની માહિતી મેળવી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો જાણીએ કે આધાર કાર્ડની મદદથી બેંક બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય છે.

આ પણ વાંચો:

આ સ્ટેપ્સ ફોલો કરો
-રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી *99*99*1# પર કોલ કરો.
- પછી તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો.
- જે પછી આધારકાર્ડ નંબર ફરીથી નાંખવો પડશે અને તેને વેરિફાઈ કરવો પડશે.
- આટલી પ્રોસેસ કર્યા પછી બેંક બેલેન્સ સાથેનો SMS મળી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news