આજે લોન્ચ થઈ રહી છે નવી 2023 Kia Seltos Facelift; જાણો લેટેસ્ટ ફીચર્સ

Kia Seltos: કોરિયન ઓટોમેકર Kia આજે તેની Seltos SUVનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. 2023 કિયા સેલ્ટોસને નવા એન્જિન વિકલ્પ સાથે ડિઝાઇનમાં પણ ફેરફાર જોવા મળશે. આટલું જ નહીં, ઈન્ટિરિયરને પણ નોંધપાત્ર અપડેટ્સ મળશે.

આજે લોન્ચ થઈ રહી છે નવી 2023 Kia Seltos Facelift; જાણો લેટેસ્ટ ફીચર્સ

2023 Kia Seltos: કોરિયન ઓટોમેકર કિયા આજે તેની સેલ્ટોસ એસયુવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. 2023 કિયા સેલ્ટોસમાં નવા એન્જિન વિકલ્પ સહિત અનેક અપડેટ્સ મળશે. તાજેતરમાં, કંપની દ્વારા જાહેર કરાયેલ તેની ટીઝર તસવીર દર્શાવે છે કે નવા સેલ્ટોસના ઈન્ટીરીયર અને એક્સ્ટીરીયરમાં પણ ફેરફારો જોવા મળશે. પસંદગીની ડીલરશીપ્સે નવી સેલ્ટોસ માટે પહેલેથી જ પ્રી-ઓર્ડર શરૂ કરી દીધા છે.

ટીઝર ઇમેજ પુષ્ટિ કરે છે કે 2023 કિયા સેલ્ટોસને નવા LED ડે ટાઈમ રનિંગ લેમ્પ્સ, નવી ગ્રિલ, નવું બમ્પર અને નવી સ્કિડ પ્લેટ સાથે સુધારેલ ફ્રન્ટ ફેસિયા મળશે. SUVને નવી ટેલ-લાઇટ અને લાઇટ બાર સાથે નવી ટેલગેટ ડિઝાઇન પણ મળશે. તેમાં નવા સ્ટાઈલવાળા એલોય વ્હીલ્સ મળવાની પણ શક્યતા છે.

No description available.

સેલ્ટોસ ફેસલિફ્ટનું ડેશબોર્ડ લેઆઉટ પણ ટીઝર ઈમેજ પરથી સામે આવ્યું છે. તેમાં ઓલ-બ્લેક ઈન્ટિરિયર મળશે. આ ઉપરાંત, એચટી લાઇન ટ્રીમમાં ડ્યુઅલ-ટોન બ્લેક અને બેજ થીમ મળી શકે છે. ડેશબોર્ડ પર સિંગલ-પીસ ડિસ્પ્લે યુનિટ હશે, જે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને તમામ નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ તરીકે કામ કરશે.

તેમાં પેનોરેમિક સનરૂફ, સેન્ટ્રલ કન્સોલમાં નવું સ્વીચગિયર અને HVAC, પેડલ શિફ્ટર્સ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, નવા એર-કોન વેન્ટ્સ માટે મોટું ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળશે. તેમાં ADAS પણ હશે, જેમાં એડેપ્ટીવ ક્રૂઝ કંટ્રોલ, બ્લાઈન્ડ સ્પોટ મોનિટરિંગ, લેન આસિસ્ટ, ઓટો હાઈ બીમ, ઈમરજન્સી બ્રેકિંગ જેવા ફીચર્સ હશે.

2023 કિયા સેલ્ટોસ ફેસલિફ્ટને 3 એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે - 1.5-લિટર 4-સિલિન્ડર NA પેટ્રોલ, 1.5-લિટર 4-સિલિન્ડર ટર્બો ડીઝલ અને નવું 1.5-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન. iMT અને 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન વિકલ્પો પણ હોઈ શકે છે.

આ પણ વાંચો:
2000 રૂપિયાની નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ, તમારી પાસે હોય તો ખાસ જાણો
2024ની ચૂંટણી પર નજર, પીએમ મોદીએ મંત્રીઓને નવ મહિના માટે આપ્યો મોટો ટાસ્ક
આર્ટિકલ 370: 20 અરજીઓ પર સુનાવણી કરશે CJI,સુપ્રીમમાં ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો કેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news