Reliance Jio નો ધાંસૂ પ્લાન, એક મહિનો દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલ, મળશે હાઈ સ્પીડ ડેટા

કેન્દ્ર સરકારે હાલમાં 5G નેટવર્કને લઈને મોટુ નિવેદન આપ્યું છે. સરકાર પ્રમાણે દેશમાં આ વર્ષે 5G ને રોલઆઉટ કરવું સંભવ નથી. ભારતમાં તેનો પ્રારંભ 2022માં થઈ શકે છે.

Reliance Jio નો ધાંસૂ પ્લાન, એક મહિનો દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલ, મળશે હાઈ સ્પીડ ડેટા

નવી દિલ્હીઃ  Reliance Jio ભારતની દિગ્ગજ ટેલીકોમ કંપનીઓમાંથી એક છે. જીયોના પોર્ટફોલિયોમાં દરેક રેન્જના પ્રીપેડ પ્લાન હાજર છે. તેમાં યૂઝર્સને હાઈ-સ્પીડ ડેટાથી લઈને અનલિમિટેડ કોલિંગ સુધીની ઓફર મળે છે. જો તમે તમારા માટે સસ્તા પ્લાનની શોધ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં આજે અમે તમને કંપનીના 129 રૂપિયા વાળા પ્લાનમાં મળતી સેવાની માહિતી આપવાના છીએ. 

જીયોનો (Jio) 129 રૂપિયા વાળો પ્લાન Affordable Packs કેટેગરીમાં હાજર છે. આ પ્રીપેડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. સેવાઓની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને  2GB ડેટા અને 300SMS મળશે. યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. આ સાથે યૂઝર્સને પ્લાનમાં જીયો પ્રીમિયમ એપનું સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

Jio અને Airtel ને લાગ્યો ઝટકો
કેન્દ્ર સરકારે હાલમાં 5G નેટવર્કને લઈને મોટુ નિવેદન આપ્યું છે. સરકાર પ્રમાણે દેશમાં આ વર્ષે 5G ને રોલઆઉટ કરવું સંભવ નથી. ભારતમાં તેનો પ્રારંભ 2022માં થઈ શકે છે. સંસદીપ પેનલના રિપોર્ટ પ્રમાણે આગામી છ મહિના બાદ એક અન્ય સ્પેક્ટ્રમની હરાજી થવાની છે. ત્યારબાદ જ ભારતમાં 5G ને આગામી વર્ષે રોલઆઉટ કરી શકાશે. 

સંસદીય પેનલના રિપોર્ટથી Reliance ના ચેરમેન મુકેશ અંબાણીની યોજનાઓને જોરદાર ઝટકો લાગ્યો છે. આ પહેલા મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, જીયો વર્ષ 2021ના બીજા ક્વાર્ટર સુધી ભારતમાં 5જી સર્વિસને લોન્ચ કરશે. અંબાણીના નિવેદન પ્રમાણે 5G સર્વિસમાં જીયો સૌથી આગળ રહેશે. તો આ વર્ષે Airtel તરફથી પણ 5G સર્વિસની હૈદરાબાદમાં કોમર્શિયલ નેટવર્ક પર સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી છે. ટેલિકોમ કંપનીઓએરટેલ અને જીયોએ 5G ની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ બન્ને કંપનીઓ માત્ર સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news