Jio લાવ્યું સૌથી સસ્તો પ્લાન! સાથે Free મળશે Netflix, Amazon Prime

Jio Postpaid Plan માં તમને ઘણી સુવિધાઓ મળે છે. સાથે તેમાં Netflix, Amazon Prime નું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 
 

Jio લાવ્યું સૌથી સસ્તો પ્લાન! સાથે  Free મળશે Netflix, Amazon Prime

નવી દિલ્હીઃ Jio 5G લાંબા સમયથી ચર્ચામાં છે. Jio તરફથી તમને શાનદાર સ્પીડ તો મળે છે. આ સિવાય તમને Unlimited Calling, Data ની સુવિધા પણ આપવામાં આવે છે. આજે અમે તમને નવો પ્લાન જણાવી રહ્યાં છીએ. આ પ્લાનમાં તમને ઓટીટી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. આ પ્લાન સૌથી વધુ ચર્ચામાં રહે છે કારણ કે તેમાં Netflix, Amazon Prime નું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. 

Jio 399 Postpaid Plan માં મળનાર ખાસિયત વિશે સાંભળશો તો તમે ખરીદી લેશો. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે 75GB Data ડેટા પણ મળી રહ્યો છે. આ સિવાય જિયોના પ્લાનમાં 100SMS/Day પણ મળે છે. ઓટીટી ઓફિરની સાથે પ્લાન વધુ શાનદાર થઈ જાય છે. કારણ કે પ્લાનમાં Netflix, Amazon Prime નું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. 

Jio 599 Postpaid Family Plan-
હવે આવે છે  Family Plan... Jio 599 Postpaid Plan માં પણ ઘણી શાનદાર સુવિધાઓ મળી રહી છે. આ પ્લાન 100GB Data ઓફર કરે છે. ફેમિલી પ્લાન હોવાને કારણે તેમાં 1 Additional SIM Card આપવામાં આવી રહ્યું છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. વાત કરીએ ઓટીટી સુવિધાઓની તો તેમાં નેટફ્લિક્સ, એમેઝોનનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. 

Jio 799 Postpaid Family Plan-
Jio 799 Postpaid Plan પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ સકે છે. કારણ કે તેમાં 2 Additional SIM Card આપવામાં આવે છે. તેમાં 150GB Data ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે Netflix, Amazon Prime નું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાન 200GB Data Rollover Offer કરે છે. કુલ મળીને આ પ્લાન ફેમેલી મેમ્બર્સ માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news