Jio નો નવો પ્લાન, 299 રૂપિયામાં આખું વર્ષ મળશે આ બેનિફિટ, યૂઝર્સ થઈ જશે ખુશ

Jio 299 Plan : Jio સિનેમા સબ્સક્રિપ્શન લેવા વિશે વિચારી રહ્યાં છો તો અમે તમને એક પ્લાન જણાવી રહ્યાં છીએ. જે થોડા સમય પહેલાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેવામાં આ તમને ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે 299 રૂપિયામાં એક વર્ષનું સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

Jio નો નવો પ્લાન, 299 રૂપિયામાં આખું વર્ષ મળશે આ બેનિફિટ, યૂઝર્સ થઈ જશે ખુશ

Jio 299 Plan : Jio સમય સમય પર પોતાના પ્લાનમાં ફેરફાર કરે છે. હવે જિયોએ ફરી નવો પ્લાન લોન્ચ કર્યો છે. તેની કિંમત 299 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ એવા યૂઝર્સ માટે ખાસ છે જે OTT Plan શોધી રહ્યાં છે. કારણ કે તેમાં Jio Cinema Subscription મળવાનું છે. આજે અમે તમને તેની જાણકારી આપવાના છીએ. તો આવો તેના બેનિફિટ્સ વિશે જણાવીએ.

Jio 299 Recharge Plan-
જો તમે આ પ્લાન ખરીદવા ઈચ્છો છો તો 12 મહિના માટે જિયો સિનેમા સબ્સક્રિપ્શન મળે છે. પરંતુ તેમાં સ્ક્રીન શેર કરવાનો વિકલ્પ મળતો નથી. એટલે કે તમે તેને ખરીદો તો એક વર્ષ ચિંતા કરવાની જરૂર નથી. થોડા સમય પહેલા જિયો તરફથી સિનેમા સબ્સક્રિપ્શનની શરૂઆત કરવામાં આવી હતી. આ સિવાય તમને ઘણા અન્ય પ્લાન્સ પણ મળવાના છે. 

Jio 29 અને 89 Recharge Plan-
જિયો તરફથી આ પહેલા 29 રૂપિયા અને 89 રૂપિયાવાળા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા હતા. તેની મદદથી તમે જિયો સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન બંને પ્લાનમાં હાસિલ કરી શકો છો. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ જિયો સિનેમા માટે આવા પ્લાન લોન્ચ કર્યા હતા. 29 રૂપિયાના પ્લાનમાં એક મહિનાનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. પરંતુ તેમાં સ્ક્રીન શેયરિંગ આપવામાં આવે છે. 

Jio સિનેમા પ્લાન
89 રૂપિયાવાળો પ્લાન ખરીદો તો તેમાં વધુ બેનિફિટ્સ મળી શકે છે. તમે તેને ખરીદો તો 4 ડિવાઇસ માટે સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. તમે 4 ડિવાઇસ પર એક સાથે જિયો સિનેમા જોઈ શકો છો. આ પ્લાનમાં આઈપીએલ સામેલ નથી. મેચ જોવા દરમિયાન તમારે જાહેરાત જોવી પડશે. જ્યારે કોઈ અન્ય કન્ટેન્ટ્સ જોશો તો જાહેરાત જોવા મળશે નહીં. એટલે કે તમને એડ ફ્રી વીડિયો જોવામાં તમને ખુબ ફાયદો મળવાનો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news