WhatsApp: વોટ્સએપ કરે છે જાસૂસી? ગૂગલે જણાવ્યું શું છે પ્રાઈવસી એલર્ટ પાછળનું સત્ય, જાણો તમે પણ

WhatsApp: આ ડિવાઈસ યૂઝર્સને ત્યારે એલર્ટ કરે છે જ્યારે કોઈ એપ ફોનના કેમેરા કે માઈક્રોફોનનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન આ ડિવાઈસ વોટ્સએપને લઈને એલર્ટ આપતું હતું. જેનાથી યૂઝર્સને લાગવા લાગ્યું કે વોટ્સએપમાં પ્રાઈવસી સંબંધિત સમસ્યા છે. આ ફરીયાદો પર ગૂગલે હવે સ્પષ્ટતા કરી છે. 

WhatsApp: વોટ્સએપ કરે છે જાસૂસી?  ગૂગલે જણાવ્યું શું છે પ્રાઈવસી એલર્ટ પાછળનું સત્ય, જાણો તમે પણ

WhatsApp: એંડ્રોઈડ પર વોટ્સએપ યુઝ કરતાં યુઝર્સની પ્રાઈવસીને લઈને ફરીયાદો સતત વધી રહી છે. આ ફરીયાદો સૌથી વધુ એંડ્રોઈડ 12 ડિવાઈસ પર હતી. આ ડિવાઈસ યૂઝર્સને ત્યારે એલર્ટ કરે છે જ્યારે કોઈ એપ ફોનના કેમેરા કે માઈક્રોફોનનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન આ ડિવાઈસ વોટ્સએપને લઈને એલર્ટ આપતું હતું. જેનાથી યૂઝર્સને લાગવા લાગ્યું કે વોટ્સએપમાં પ્રાઈવસી સંબંધિત સમસ્યા છે. આ ફરીયાદો પર ગૂગલે હવે સ્પષ્ટતા કરી છે. 

આ પણ વાંચો:

ગૂગલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમસ્યા એક બગના કારણે સર્જાઈ હતી. યૂઝર્સને તકલીફ ત્યારે થવા લાગી જ્યારે પ્રાઈવસી એલર્ટ ત્યારે પણ મળવા લાગ્યા જ્યારે કેમેરો કે માઈક્રોફોન ઉપયોગમાં ન  હોય. તેનાથી યુઝર્સને લાગ્યું કે વોટસએપ અનુમતિ વિના કેમેરા અને માઈક્રોફોન સુધી પહોંચ્યું છે. જ્યારે હવે ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે આવું થવાનું કારણ એંડ્રોઈડ બગ હતું. 

ગૂગલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આ સમસ્યા પણ મર્યાદિત સંખ્યામાં વોટ્સએપ યૂઝર્સને થઈ હતી. ગૂગલે આ અંગે ટ્વીટ કરી સ્પષ્ટ કર્યું છે કે બગ એંડ્રોઈડ પ્રાઈવસી ડૈશબોર્ડમાં ખોટાા એલર્ટ અને સુચના સર્જી રહ્યું હતું. આ બગના કારણે જે લોકોને આવા એલર્ટ મળ્યા છે તેઓ વોટ્સએપને અપડેટ કરી સમસ્યાને દુર કરી શકે છે. 

એક ઈંજીનિયરે વોટ્સએપની માઈક્રોફોન એક્ટિવીટીનો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ બાબતે વોટ્સએપે જણાવ્યું હતું કે તેમણે ગૂગલને આ સમસ્યાની તપાસ કરવા અને તેનું સમાધાન લાવવા કહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news