અમદાવાદમાં આ જગ્યાએ બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ, બીજા કયા-કયા વિસ્તારમાં બનશે આકાશી ઈમારત?

અમદાવાદમાં 30થી 34 માળની 11 સ્કીમ બની રહી છે, વધુ 6 આઈકોનિક સ્કીમ મંજૂરીની રાહમાં છે. જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે. 

અમદાવાદમાં આ જગ્યાએ બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ, બીજા કયા-કયા વિસ્તારમાં બનશે આકાશી ઈમારત?

ઝી બ્યૂરો, અમદાવાદઃ વિકાસની રાજનીતિની વાત કરતી ભાજપ સરકારના રાજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સતત ભારે વિકાસ થઈ રહ્યો છે. રોડ-રસ્તાની વાત હોય કે ડેવલપમેન્ટની વાત હોય સતત નવા નવા કામો થઈ રહ્યાં છે. એમાંય દિલ્હી-મુંબઈ બાદ હવે સૌ કોઈની નજર ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદ પર આવીને અટકી ગઈ છે. કારણકે, અમદાવાદમાં પણ હવે બુર્ઝ ખલીફા જેવા બિલ્ડિંગને બનાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે. જાણીને નવાઈ લાગશે પણ હવે અમદાવાદમાં તમને ગગનચુંબી ઈમારતો જોવા મળશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી 34 માળની 11 બિલ્ડિંગો બનાવવાનું કામ હાલમાં ચાલુ છે. 

એસજી હાઈવે પરના રાજપથ ક્લબ પાસે રાજ્યની સૌથી ઊંચી 41 માળની ટાઇટેનિયમ વર્લ્ડ નામની બિલ્ડિંગ બનશે. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ભાડદ, બોડકદેવ, શીલજ અને શેલામાં બનનારી ઊંચી બિલ્ડીંગોમાં મોટા ભાગે રહેણાંકને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતોને આઇકોનિક બિલ્ડિંગની કિંમત પણ તેના જેવી ઊંચી જ હોય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે આવી બિલ્ડિંગમાં 12 કરોડ સુધીના ફ્લેટ વેચાઇ રહ્યા છે. વિશાળ જગ્યાઓ અને સ્વિમિંગ પુલ, હોમ થિયેટરથી લઇને અન્ય અનેક સુવિધાઓથી સજ્જ આવા બિલ્ડિંગના વેચાણ પણ ઝડપથી થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

નિયમો બદલાતા આવ્યો ઊંચી ઈમારતોનો જમાનોઃ
જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે. રાજ્ય સરકારે અગાઉ એફએસઆઇમાં ચોક્કસ નિયમો લાગુ કર્યા હોવાથી અમુક ઊંચાઈની જ બિલ્ડિંગ બનાવી શકાતી હતી. પરંતુ નવા સુધારેલા નિયમ પ્રમાણે શહેરમાં હવે એફએસઆઇમાં કોઇપણ લિમિટ સિવાય બાંધકામને મંજૂરી આપવામાં આવી રહી છે. જે માટે બિલ્ડરે એફએસઆઇ ખરીદવી પડે છે. આ સ્થિતિમાં શહેરમાં હવે આઇકોનિક બિલ્ડિંગની યુગ રારૂ થયો છે. જો કે રસ્તાની પહોળાઈ પ્રમાણે એફએસઆઈ આપવામાં આવે છે.

એસજી હાઈવ, બોડકદેવમાં ગગનચુંબી ઈમારતો બનશે-
વિસ્તાર                                    મીટર           માળ
એસજીહાઈવે                           145               41
પકવાન ચારરસ્તા                     138.95          35
થલતેજ-શીલજ ઓવરબ્રિજ        120              32
આંબલી રોડ, બોડકદેવ             118.80          29
એસજીહાઈવે, ગોતા                  116.92         35
ઓફ સાયન્સ સિટી રોડ, સોલા   108.50         31

બિલ્ડિંગમાં હવે હાઈફાઈ સુવિધાઓઃ
* બિલ્ડરને જમીનની કિંમતમાં ફાયદો થાય છે. - જોકે બાંધકામનો ખર્ચ વધે છે.
* ક્લબ સ્ટાઇલ પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. * નાગરિકોમાં અત્યારે 25 માળથી ઉપરમાં રહેવાનો એક નવો કેઝ જોવા મળ્યો છે.
* પ્રોજેક્ટ પૂરો કરવા માટે સમયમર્યાદામાં વધારો થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news