ઘટી ગઈ iPhone 14 ની કિંમત! અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત

iPhone 14 Deal: એપ્પલ આઈફોન 14 ખરીદવા માટે ઘણા સમયથી બજેટ બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે તમે એન્ડ્રોયડ ફોનની કિંમતમાં આઈફોન 14 ખરીદી શકો છો. 

ઘટી ગઈ iPhone 14 ની કિંમત! અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત

Apple iPhone 14 Deal Price: APPLE iPhone 14 ને ખરીદવાની ઈચ્છા દરેકની હોય છે અને તેની પાછળ કારણ છે કે આ સૌથી લેટેસ્ટ સિરીઝનું બેસ વેરિએન્ટ છે. તેનું સૌથી વધુ પોપ્યુલર વેરિએન્ટ છે 128 GB સ્ટોરેજવાળુ કારણ કે તેમાં યૂઝર્સ પોતાની ઘણી સારી ફાઈલ્સ સ્ટોર કરી શકે છે. જો વર્તમાન સમયની વાત કરીએ તો આ ફોનને જો ફ્લિપકાર્ટથી ખરીદવામાં આવે તો ગ્રાહકોએ 70999 રૂપિયા ચુકવવા પડી શકે છે, જે તેની લેટેસ્ટ પ્રાઇઝ છે.

આ પ્રાઇઝ પર કેટલાક લોકો માટે તો ફોન ખરીદવામાં સમસ્યા થશે નહીં પરંતુ દરેક માટે આ કિંમત પર આઈફોન ખરીદવો મુશ્કેલ સાબિત થઈ શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી ઓફર વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમે અડધી કિંમતમાં આઈફોન લઈ શકો છો. જો તમે પણ આ મોડલ ખરીદવા ઈચ્છો છો તો અમે તેના પર મળનાર ડિસ્કાઉન્ટ વિશે જણાવી રહ્યાં છીએ. 

APPLE iPhone 14 ના કયા મોડલ પર છે ડિસ્કાઉન્ટ
APPLE iPhone 14 પર મળી રહેલી ઓફરની વાત કરીએ તો તેના (Midnight, 128 GB)વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે અત્યાર સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ છે. હકીકતમાં ફ્લિપકાર્ટ પર APPLE iPhone 14 (Midnight, 128 GB)વેરિએન્ટની ખરીદી કરવા પર ગ્રાહકોને 38,600 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ એક્સચેન્જ ઓફર લાગૂ થયા બાદ ગ્રાહકોએ 70999 રૂપિયા ચુકવવાની જરૂર પડશે નહીં પરંતુ તેણે માત્ 32,399 રૂપિયા ચુકવવા પડશે. 

ઓફરનો લાભ લેવા ઈચ્છતા લોકો માટે આ સરી તક છે જો તમે ઓફરનો લાભ અત્યારે નહીં લો તો આ ડિસ્કાઉન્ટ સ્કીમ ગમે ત્યારે પૂરી થઈ શકે છે. પછી ફ્લિપકાર્ટ તરફથી ક્યારે ડિસ્કાઉન્ટ ઓફર લાવવામાં આવશે તેની કોઈ જાણકારી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news