Instagram ની આ Tricks પર ફિદા થયા યૂઝર્સ! જાણો કેવી રીતે એપથી થઇ શકો છો માલામાલ
ઇન્ટરનેટના આ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોઈ પરિચયની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર એકાઉન્ટ્સ ધરાવે છે, જેમ કે Instagram, Facebook અને Twitter પર છે. આજે અમે તમને એવી જ કેટલીક અદ્ભુત ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઈન્સ્ટાગ્રામ પરથી પૈસા કમાઈ શકશો.
Trending Photos
નવી દિલ્હી: ઇન્ટરનેટના આ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોઈ પરિચયની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર એકાઉન્ટ્સ ધરાવે છે, જેમ કે Instagram, Facebook અને Twitter પર છે. આજે અમે તમને એવી જ કેટલીક અદ્ભુત ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઈન્સ્ટાગ્રામ પરથી પૈસા કમાઈ શકશો.
તમે પણ બનો 'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર'
આજના સમયમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ખૂબ માંગ છે. જો તમે પણ પોતાને ઇન્ફ્લુએન્સર કહેવા માંગો છો અને પૈસા કમાવવા માંગો છો, તો અમે તમને જણાવી દઈએ કે આ કરવા માટે તમારા ઇંસ્ટાગ્રામ પર ઓછામાં ઓછા 5 હજાર ફોલોઅર્સ હોવા જોઈએ અને સારો એન્ગેઝમેન્ટ રેટ હોવો જોઈએ. તમારા ફોલોઅર્સનો આંકડો 5 હજારને વટાવતાની સાથે જ બ્રાન્ડ્સ તમારી સાથે કોલૈબોરેટ કરવા માટે વાત કરશે. આ રીતે તમે તમારા ફોલોવર્સને વિવિધ બ્રાન્ડના ઉત્પાદનોનો પ્રચાર કરીને સરળતાથી પૈસા કમાઈ શકો છો.
ઇન્સ્ટાગ્રામ પર ખોલો દુકાન
જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝર છો અને નાનો બિઝનેસ પણ ચલાવો છો, તો તમે ઈન્સ્ટાગ્રામ પર તમારી પ્રોડક્ટ્સ વેચીને પૈસા કમાઈ શકો છો. ખરેખર, ઇન્સ્ટાગ્રામ પર તમે તમારી પ્રોડક્ટ્સને લિસ્ટ કરીને વેચી શકો છો. આ ફોટો શેરિંગ એપ્લિકેશન પર, તમે તમારા પ્રોડક્ટ્સના ફોટા પોસ્ટ કરી શકો છો અને ટિપ્પણીઓ અને સીધા સંદેશાઓ (DMs) દ્વારા ઓર્ડર લઈ શકો છો.
ફોટો શેરિંગ એપ્લિકેશન પર બનો કોચ
બીજી એક રીત છે જેના દ્વારા તમે ઘરે બેસીને ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને પૈસા કમાઈ શકો છો. આ કરવા માટે, તમે Instagram પર કન્સલ્ટેન્ટ અથવા કોચ બની શકો છો. ઇન્સ્ટાગ્રામ કોચ તરીકે, તમે ઇન્સ્ટાગ્રામ હેક્સ અને ટ્રિક્સ શેર કરીને તેમના વિડિઓઝ મોનિટાઇઝ કરી શકો છો. ઉપરાંત, જો તમે ઇચ્છો તો તમે જે તે ફીલ્ડની માહિતી ફોટા અને વિડિયો દ્વારા લોકો સુધી પહોંચાડી શકો છો, જેના વિશે તમે અભ્યાસ કર્યો છે અથવા જેના વિશે તમને રસ અને જાણકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે