આ કંપનીએ 7 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન
સ્માર્ટફોન બનાવનારી કંપની ઇન્ફિનિક્સ (Infinix)એ ટ્રિપલ રીયર કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ' (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની તરફથી ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવનારી કંપની ઇન્ફિનિક્સ (Infinix)એ ટ્રિપલ રીયર કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ' (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની તરફથી ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોન 30 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. ઈન્ફિનિક્સ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અનીષ કપૂરે જણાવ્યું કે, આ ફોન કેમેરાની સાથે 3,500 mAh બેટરી, હેલિઓ એ22 પ્રોસેસર, 2 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે ફોન
કંપનીએ રિયર સાઇડમાં 2 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલની સાથે ઓછા પ્રકાશ માટે અલગથી ત્રીજો કેમેરો આપ્યો છે. તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. આ પ્રકારે ફોનમાં કુલ 4 કેમેરા આપવામાં આવ્યા છે. તેણે કહ્યું કે, 6.21 ઇંચ ડિસ્પ્લે વાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ છે. શરૂઆતી સ્તરના સ્માર્ટફોનથી અલગ યોજનાઓ વિશે પૂછવા પર કપૂરે કહ્યું કે, હાલમાં તેમનું લક્ષ્ય 10 હજાર રૂપિયા સુધીની શ્રેણીમાં બજારમાં સારી ભાગીદારી બનાવવાનું છે.
મેક ઇન ઈન્ડિયાના અભિયાનને સાર્થક કરવાનો પ્લાન
તેણે કહ્યું કે, કંપની આગામી એક મહિનાની અંદર વીયરેબલ ડિવાઇસ સહિત એક અન્ય સ્માર્ટફોન ઉતારવા જઈ રહી છે. કપૂરે કહ્યું કે, તેની કંપની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી મેક ઇન ઈન્ડિયા અભિયાન હેઠળ પોતાના સ્માર્ટફોનને ડોમેસ્ટિક સ્તર પર એસેમ્બલ કરે છે. ફોનની મેમરી માઇક્રો એસટી કાર્ડના માધ્યમથી 256 જીબી સુધી વધારી શકાય છે.
એન્ડ્રોઇડ 9 પાઈ પર બેસ્ટ એક્સઓએસ 5.0 પર ચાલનારા આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ ક્નેક્ટિવિટી માટે બ્લૂટૂથ, 3.5mm ઓડિયો જેક, એફએમ રેડિયો, માઇક્રો-યૂએસબી પોર્ટ જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે