ટાટાએ લોન્ચ કરી દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર, માઈલેજ પણ એકદમ શાનદાર, વિગતો જાણો
ભારતની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરનું iCNG AMT વેરિએન્ટ લોન્ચ કર્યું છે. આ ભારતની પહેલવહેલી AMT CNG કારો છે. આ લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતે કહ્યું કે સીએનજી કારોની ડિમાન્ડ સતત વધી રહ્યી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીએનજી કાર લેનારાનો ગ્રાફ વધ્યો છે.
Trending Photos
ભારતની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરનું iCNG AMT વેરિએન્ટ લોન્ચ કર્યું છે. આ ભારતની પહેલવહેલી AMT CNG કારો છે. તેની માઈલેજ 28.06 કિમી પ્રતિ કિગ્રાની હોવાનો દાવો કરાયો છે. કંપનીએ ટિયાગો iCNG ને 7.89 લાખ રૂપિયા અને ટિગોર iCNG ને 8.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) ની શરૂઆતની કિંમત પર લોન્ચ કરી છે. આ બંને કારની ખાસિયતો ખાસ જાણો.
ટિયાગોનું iCNG AMT
જો ટિયાગો ટિગોરનું iCNG AMT ના વેરિએન્ટ વાઈઝ કિંમતની વાત કરીએ તો ટિયાગો નું iCNG AMT ના XTA વેરિએન્ટની કિંમત 7,89,000 રૂપિયા છે. જ્યારે ટિયાગો iCNG AMT ના XZA + DT વેરિએન્ટની કિંમત 8,89,900 રૂપિયા અને XZA NRG ની કિંમત 8,79,900 રૂપિયા સુધી જાય છે. આ બધી કિંમતો એક્સ શોરૂમની છે.
ટિગોર iCNG AMT
એ જ રીતે ટિગોર iCNG AMT ની વાત કરીએ તો ટિગોર iCNG AMT ના XZA ની કિંમત 8,84,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે XZA+ ની કિંમત 9,54,900 રૂપિયા છે. આ બધી કિંમતો એક્સ શોરૂમ પ્રમાણે છે.
24 મહિનામાં 1.3 લાખ કારોનું વેચાણ
આ લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડના ચીફ કોમર્શિયલ ઓફિસર અમિત કામતે કહ્યું કે સીએનજી કારોની ડિમાન્ડ સતત વધી રહ્યી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીએનજી કાર લેનારાનો ગ્રાફ વધ્યો છે. ટાટા મોટર્સે ઉદ્યોગ જગતમાં પહેલીવાર ટ્વીન સિલિન્ડર ટેક્નોલોજી ( કોઈ પણ સમાધાન કર્યા વગર બૂટ સ્પેસ આપવામાં મદદરૂપ), હાઈ એન્ડ ફીચર વિકલ્પ અને સીએનજીમાં સીધી શરૂઆત સાથે સીએનજી સેગમેન્ટમાં ક્રાંતિ લાવી દીધી છે. છેલ્લા 24 મહિનામાં અમે 1.3 લાખથી વધુ સીએનજી વાહનો વેચ્યા છે. વોલ્યુમ વધારવા અને પોતાના ગ્રાહકોને વધુ સારી કાર આપવાના ગર્વ સાથે અમે એએમટીમાં ટિયાગો અને ટિગોર iCNG લોન્ચ કરી રહ્યા છીએ. આ સાથે જ ભારતને પોતાની પહેીલ એએમટી સીએનજી કારોથી પરિચિત કરાવી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે