જૂનો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફીકર નોટ, આ જુગાડથી રાખી શકો છો નવો પાસવર્ડ

Change Passpord: સામાન્ય રીતે કોઈ પણ લેપટોપ કે પીસીનો પાસવર્ડ ભૂલી ગયા પછી તેને બદલવા માટે બૂટેબલ પેનડ્રાઈવની જરૂર પડે છે. તેના સિવાય પાસવર્ડ બદલવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર તો લોકો પાસવર્ડ માટે જુદા જુદા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે.

જૂનો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફીકર નોટ, આ જુગાડથી રાખી શકો છો નવો પાસવર્ડ

Reset Password: કોમ્પ્યુટર અથવા લેપટોપમાં રહેલા ડેટાને સિક્યોર કરવા માટે લોકો તેમાં પાસવર્ડ રાખે છે. સતત ઘણા દિવસ સુધી જો યુઝ ન કર્યો હોય તો લોકો પાસવર્ડ ભૂલી જાય છે. ત્યારે હવે કોઈ પણ કોમ્પ્યુટરમાં જૂનો પાસવર્ડ નાખ્યા વગર જ તેને ચેન્જ કરવો સરળ છે. તેના માટે તમારે અલગથી કોઈ સોફ્ટવેર કે ગેજેટ્સની જરૂર નહીં પડે. સીધા સેટિંગમાં જઈને જ તેમાં બદલાવ કરી શકો છો. પણ તેને ચેન્જ કરતાં સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પાસવર્ડ એવો રાખો કે ભૂલી ન જવાય. તેને હંમેશા યાદ રહે તે પ્રકારનો પાસવર્ડ રાખવો. 

સામાન્ય રીતે કોઈ પણ લેપટોપ કે પીસીનો પાસવર્ડ ભૂલી ગયા પછી તેને બદલવા માટે બૂટેબલ પેનડ્રાઈવની જરૂર પડે છે. તેના સિવાય પાસવર્ડ બદલવો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર તો લોકો પાસવર્ડ માટે જુદા જુદા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરે છે. જો તમે પણ કોમ્પ્યુટર કે લેપટોપમાં પાસવર્ડ બદલવા માગો છો તો સીધા સેટિંગ્સમાં જાવ. 

પાસવર્ડ બદલતા સમયે આ વાતો પર રાખો ધ્યાનઃ
જૂના પાસવર્ડ વગર કોઈપણ લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં પાસવર્ડ બદલતા સમયે સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખો. આ ટ્રિકને તમે ત્યારે જ સફળ બનાવી શકશો જ્યારે તમારા પીસીમાં એકથી વધુ યૂઝર્સ લોગ ઈન હોય. તમને જણાવી દઈએ કે, અન્ય કોઈના લેપટોપમાં આ ટ્રિક ભૂલથી પણ ન અપનાવો. કેમ કે, આવું કરવાથી ઘણીવાર લોકો પરેશાન થઈ જાય છે. 

આ ટ્રિકથી કોમ્પ્યુટરમાં બદલો પાસવર્ડઃ

1. સૌથી પહેલાં પીસીમાં RUN ઓપન કરો.
2. તેમાં lusrmgr.mcr ટાઈપ કર્યા પછી એન્ટર દબાવો. 
3. હવે તમારી સામે local users and group ખુલી જશે.
4. તે બાદ યૂઝર્સ પર ક્લીક કરો.
5. અહીં તમને લિસ્ટમાં તમામ યૂઝર નામ જોવા મળશે.
6. તેમાંથી કોઈ એક પર રાઈટ ક્લીક કરો. હવે સેટ પાસવર્ડને સિલેક્ટ કરો.
7. હવે પાસવર્ડ સેક્શનમાં 2 વાર પોતાના હીસાબથી કોઈ પણ પાસવર્ડ નાખીને બદલી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news