અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ : સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા
Ahmedabad Civil Hospital: રાજ્યમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર થાય છે. હમણા 31મી ડિસેમ્બરની રાત્રે રાજ્યમાં ઘણા લોકો દારૂના નશામાં ઝડપાયા હતા. તો હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલના સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ થર્ટી ફસ્ટ ગઈ પણ કેટલાક હજુ પણ એના નશામાંથી બહાર આવ્યા નથી. તિંરગા ફિલ્મનું એક ગીત છે ને પીલે પીલે ઓ મોરે જાની પીલે પીલે ઓ મોરે રાજા....ની જેમ આજે દિનદહાડે સિવિલમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જેમાં સામાન્ય લોકોએ રંગમાં ભંગ નાખી સિવિલના કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને મજબૂર કરી હતી. આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓ દારુની મહેફિલ માણતાં હતાં. સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર મેઘાણીનગરના સોપાન 8ના વૉર્ડનની ઓફિસમાં બેસીને દારૂની મહેફીલ માણી રહ્યા હતા. ત્યારે કેટલાક જાગૃત લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ જોઈને સેનેટરી ઇન્સ્પેકટર ત્યાંથી ભાગી રહ્યા હતા. તેમાંથી એક સેનેટરી ઇન્સ્પેક્ટર યુ.એન મહેતા હોસ્પિટલ પાસે ભાગી રહ્યો હતો જેને લોકોએ પકડીને પોલીસને જાણ કરી હતી. સિવિલના સેનેટરી ઈન્સપેક્ટર તુષાર ખરાડી સહિત 6 લોકો દારૂની મહેફિલ માણતાં હતાં. આ ઘટના બાદ પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી.
આ કેસમાં પોલીસનો હદનો વિવાદ શરૂ થયો હતો. મેઘાણીનગર પોલીસે આ બનાવ શાહીબાગની હદમાં બન્યો હોવાનું જણાવતા લોકો શાહીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. શાહીબાગ પોલીસે આ બનાવ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા હતા. આખરે શાહીબાગ પોલીસે આ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં એક અભિયાન ચલાવ્યું હતું. જેમાં અમદાવાદ પોલીસે 31મી ડિસેમ્બરે શહેરીજનોને ખાસ વોર્નિંગ આપી હતી. ન્યૂ યર પહેલાં પોલીસે ટ્વિટ કરીને અમદાવાદીઓને કહ્યું હતું કે, અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું. જોખમી ડ્રાઈવ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માટે ફ્રી એન્ટ્રી છે. DJ લોકઅપ દ્વારા સ્પેશ્યલ પરફોર્મેન્સ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે. આ કેસમાં સામાન્ય લોકોએ એક્ટિવ થઈને કાર્યવાહી કરાવી હોવાથી આગામી દિવસોમાં આ કેસનો કેવો નિવેડો આવે છે એ તો સમય જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે