ઈલેક્ટ્રિક છોડીને આ કાર પર તૂટી પડ્યા છે ગ્રાહકો, આપે છે 30 KM ની માઈલેજ, CNG નું ટેન્શન પણ નહીં!

પરેશાનીઓના કારણે ઈલેક્ટ્રિક કારો પ્રત્યે ગ્રાહકોનો ભરોસો બની શકતો નથી અને તેના વેચાણમાં ગતિ પણ જોવા મળી રહી નથી. બીજી બાજુ બજારમાં પેટ્રોલ-ડીઝલ કારોનો એક સસ્તો વિકલ્પ પણ આવી ગયો છે. આ વિકલ્પ સીએનજી નથી. અમે વાત કરી રહ્યા છીએ હાઈબ્રિડ  કારોની. દેશમાં આ કારોએ વેચાણ મામલે ઝડપ પકડી છે. આ ખાસ ટેક્નોલોજી પર મુખ્ય રીતે જાપાન કાર કંપનીઓ કામ કરી રહી છે.

ઈલેક્ટ્રિક છોડીને આ કાર પર તૂટી પડ્યા છે ગ્રાહકો, આપે છે 30 KM ની માઈલેજ, CNG નું ટેન્શન પણ નહીં!

સારી માઈલેજ મામલે આમ તો ઈલેક્ટ્રિક કારોનો કોઈ વિકલ્પ નથી પરંતુ આ ગાડીઓ મોંઘી અને સિંગલ ચાર્જમાં સીમિત રેન્જ હોવાના કારણે તેમનું વેચાણ જોઈએ એવું થઈ રહ્યું નથી. આ કારણે પેટ્રોલ ડીઝલની કારોની સરખામણીમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ આજે પણ ઓછું છે. આંકડા જોઈએ તો દેશમાં દર મહિને સરેરાશ ત્રણ લાખ કાર વેચાય છે. ઓક્ટોબર મહિનામાં 3,28,669 કારોનું વેચાણ થયું. તેમાં ઈલેક્ટ્રિક કારોની ભાગીદારી ફક્ત 7-8 હજાર છે. આજે બજારમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક  કાર ટાટા ટિયાગો ઈવી છે. તેના બેસ મોડલની કિંમત દિલ્હીમાં ઓનરોડ કિંમત 9.30 લાખ રૂપિયા છે. આ ગાડી પેટ્રોલ વર્ઝનમાં ફક્ત 6.19 લાખ રૂપિયામાં આવે છે. એટલે કે તમારા ત્રણ લાખ રૂપિયા વધુ જાય છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક ગાડીઓની કેટલીક મર્યાદા પણ છે. જેમ કે તમે આ ઈલેક્ટ્રિક કારથી લોંગ ડ્રાઈવનું કોઈ પ્લાનિંગ કરી શકો નહીં. સિંગલ ચાર્જમાં આ ગાડી વધુમાં વધુ 200-250 કિમીની મુસાફરી કરશે. 

આ બધી પરેશાનીઓના કારણે ઈલેક્ટ્રિક કારો પ્રત્યે ગ્રાહકોનો ભરોસો બની શકતો નથી અને તેના વેચાણમાં ગતિ પણ જોવા મળી રહી નથી. બીજી બાજુ બજારમાં પેટ્રોલ-ડીઝલ કારોનો એક સસ્તો વિકલ્પ પણ આવી ગયો છે. આ વિકલ્પ સીએનજી નથી. અમે વાત કરી રહ્યા છીએ હાઈબ્રિડ  કારોની. દેશમાં આ કારોએ વેચાણ મામલે ઝડપ પકડી છે. આ ખાસ ટેક્નોલોજી પર મુખ્ય રીતે જાપાન કાર કંપનીઓ કામ કરી રહી છે. આ કંપનીઓમાં મારુતિ સુઝૂકી, ટોયોટા અને હોન્ડા સામેલ છે. હકીકતમાં હાઈબ્રિડ ટેક્નોલોજીમાં પેટ્રોલ એન્જિનની સાથે સાથે લિથિયમ ઓયન બેટરીનો ઉપયોગ થાય છે. આ બેટરી દોડતી કારમાં વીજળી પેદા કરીને પોતે ચાર્જ થતી રહે છે. પાવરફૂલ બેટરી હોવાના કારણે ગાડીની મોટાભાગની કામગીરી તેનાથી થઈ રહે છે. જેથી કરીને કારની માઈલેજ પેટ્રોલની સરખામણીમાં 35થી 40 ટકા વધી જાય છે. 

ઈવીની જેમ ચાર્જિંગની ઝંઝટ નથી
હાલ દેશમાં ફક્ત ચાર ગાડીઓ મારુતિ સુઝૂકી ગ્રાન્ડ વિતારા, ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઈડર, હોન્ડા સિટી અને ટોયોટા ઈનોવા હાઈક્રોસ હાઈબ્રિડ અવતારમાં છે. હાઈબ્રિડ કારોએ ચાર્જિંગની ઝંઝટને દૂર કરવાની સાથે સાથે માઈલેજની સમસ્યાને પણ ઘણા હદ સુધી સમાધાન કર્યું છે. રિપોર્ટ મુજબ વીતેલા ત્રણ મહિના એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં હાઈબ્રિડ કારોનું કુલ વેચાણ 24,062 યુનિટ્સનું રહ્યું. જ્યારે ઈલેક્ટ્રિક કારોનું વેચાણ ફક્ત 21,445 યુનિટ્સ રહ્યું. રસપ્રદ વાત એ છે કે બજારમાં હાલ 16 ઈલેક્ટ્રિકકારો છે. હાઈબ્રિડ  કારોનું વેચાણ સતત વધી રહ્યું છે. જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિકના આંકડા જુઓ તો ખબર પડે કે તે સમયે ફક્ત 14,400 હાઈબ્રિડ કારો વેચાઈ હતી. જ્યારે તે ત્રિમાસિકમાં 25,200 ઈલેક્ટ્રિક કારોનું વેચાણ થયું હતું. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીના સીનિયર એક્ઝીક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવનું કહેવું છે કે સ્ટ્રોંગ હાઈબ્રિડ કારોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. 

માઈલેજ પણ જબરદસ્ત
હાઈબ્રિડ કારોની કિંમત શુદ્ધ પેટ્રોલ કારોની સરખામણીમાં 25થી 30 ટકા વધુ છે. પછી ગ્રાહકો તેને પસંદ કરી રહ્યા છે. આવામાં તેની પાછળનું મુખ્ય લોજિક તેનું રનિંગ કોસ્ટ ઓછી હોવું છે. દાખલા તરીકે ગ્રાન્ડ વિતારા હાઈબ્રિડની માઈલેજ 27.97 કિમી પ્રતિ લીટર છે. આવામાં 100 રૂપિયે લીટરના ભાવે ગણીએ તો તેની કોસ્ટ લગભગ 3.50 રૂપિયા પ્રતિ કિમી થાય. બીજી બાજુ ઈલેક્ટ્રિકકારોની રનિંગ કોસ્ટ 1.25થી 1.50 રૂપિયા પ્રતિ કિમી પડે છે. જેના કારણે લોકો હાઈબ્રિડ કારોને પસંદ કરી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કારણ એ પણ છે કે લોંગ ડ્રાઈવ પર જતી વખતે ચાર્જિંગનું ટેન્શન ન હોવું અને પછી ભવિષ્યમાં બેટરી બદલવા પર મોટો ખર્ચ પણ  ન થવો એ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

        

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news