મહાભારતના એક એવા યોદ્ધાની કહાની, જેનું માથું ખોળામાં લઈને બેસી રહ્યા હતા શ્રીકૃષ્ણ

Suratha mahabharata warrior : મહાભારતના રોચક કથાઓમાં એક છે ભક્ત સુરથની કહાની... જેમણે શ્રીકૃષ્ણને યુદ્ધ કરવા માટે લલકાર્યા હતા   
 

મહાભારતના એક એવા યોદ્ધાની કહાની, જેનું માથું ખોળામાં લઈને બેસી રહ્યા હતા શ્રીકૃષ્ણ

mahabharata ki kahani : મહાભારતનું યુદ્ધ એક એવી ગાથા છે, જેમાં રહસ્યો જ રહસ્યો ભરેલા છે. કેટલાક રહસ્યો બોધપાઠ આપે છે, તો કેટલાક રહસ્યો આજે પણ વણઉકેલાયેલા છે. મહાભારતમા ભગવાન શ્રીકૃષ્ણએ એવી એવી લીલાઓ રચી હતી, જેનાથી તેઓ ધર્મ અને અધર્મનો ભેદ સમજાવ્યો છે. મહાભારતની પૌરાણિક કથાઓ એટલે વીર યોદ્ધાઓની કહાની. પરંતુ મહાભારતમાં એક એવા યોદ્ધા હતા, જેનું માથું ભગવાન શ્રીકૃષ્ણ પોતાના હાથમાં લઈને બેસ્યા હતા. 

પૌરાણિક ગ્રંથોમાં ભગવાન અને તેમના ભક્તો સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ અને વર્ણન છે. તેમાં એક છે ભગગાન શ્રીકૃષ્ણ અને ભક્ત સુરથની કહાની. મહાભારત યુદ્ધ બાદ જ્યારે યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યા બાદ યજ્ઞનો ઘોડો છોડ્યો હતો, ત્યારે ચંપકપુરીના રાજા હંસધ્વજ અને તેમના દીકરા સુરથે શ્રીકૃષ્ણના દર્શનની લાલચથી અશ્વમેઘ ઘોડાને પકડી લીધો હતો. 

પિતા અને પુત્ર બંને શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા અને તેઓ તેમના હસ્તે જ સંસારનો ત્યાગ કરવા ઈચ્છતા હતા. આ કારણે ઘોડાને પકડ્યા બાદ તેઓએ યુદ્ધની લલકાર પાંડવોના કાન સુધી પહોંચાડી હતી, જેને સાંભળીને અર્જુન પોતાની વિશાળ સેના સહિત યુદ્ધ માટે નીકળી પડ્યા હતા. જ્યારે યુદ્ધના મેદાનમાં શ્રીકૃષ્ણએ અર્જુન અને સુરથને આમને સામને જોયા તો તેઓ વિચલિત થઈ ગયા હતા. 

ભગવાનની પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવાની આ રીત હતી. શ્રીકૃષ્ણની સાથે જોઈ સુરથ અત્યંત ભાવુક થઈ ગયા હતા. કૃષ્ણએ પોતાના ભક્તના હાવભાવ અને ભક્તિ ઓળખી લીધી હતી, અને અર્જુન યુદ્ધથી પરત ફરવા લાગ્યા હતા. 

બીજી તરફ સુરથે જેમ કૃષ્ણને પરત ફરતા જોયા તો તેઓ સમજી ગયા કે, તેમનો ઉદ્ધાર શ્રીકૃષ્ણના હાથે સંભવ નથી. તેથી તેઓએ અર્જુનને લાંબા સમય સુધી પીછો કર્યો અને અર્જુનને યુદ્ધ માટે લલકાર્યા. 

લલકાર સાંભળીને અર્જુન ખુદ પોતાની જાતને ન રોકી શક્યા અને ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું, જેના બાદ અર્જુને સુરથનું ધડ માથાથી અલગ કરી દીધું. મરતા સમયે સુરથે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું કે, પ્રભુ હું ભાગ્યશાળી છું કે તમારી સામે મૃત્યુને પ્રાપ્ત થઈ રહ્યો છું. 

આ બાદ શ્રીકૃષ્ણને સુરથે આર્શીવાદ આપ્યા હતા અને યુદ્ધ ભૂમિમાં પોતાના ભક્તનું માથું પોતાના ખોળામાં લઈને બેસી રહ્યા હતા.

મહાભારતની અન્ય રસપ્રદ કથાઓ વાંચવા કરો ક્લિક :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news