Jio, Airtel અને Vi ની ભેટ, આ રીતે ફોનમાં સેટ કરો શ્રીરામની આરતી કોલર ટ્યૂન ફ્રી
રામ મંદિરને લઈને દેશમાં ઉત્સાહનો માહોલ છે. તેવામાં જિયો, એરટેલ અને વીઆઈ તરફથી શાનદાર ભેટ આપવામાં આવી રહી છે. જો તમે આ ગીતને કોલર ટ્યૂન સેટ કરવા ઈચ્છો છો તો તમારી પાસે શાનદાર તક છે.
Trending Photos
નવી દિલ્હીઃ રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન છે, જેથી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. તેવામાં જિયો, એરટેલ અને વીઆઈ તરફથી એક શાનદાર ભેટ આપવામાં આવી રહી છે. જયા કિશોરી સહિત ઘણા ભજન કીર્તન કરનાર લોકોના ગીત ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં છે. જો તમે આ ગીતને તમારી કોલર ટોન સેટ કરવા ઈચ્છો છો તો તમારી પાસે શાનદાર તક છે. આવો જાણીએ આ વિશે...
કઈ રીતે Airtel યૂઝર્સ સેટ કરશે કોલર ટ્યૂન
- સૌથી પહેલા ફોનમાં Wynk એપ ડાઉનલોડ કરો.
- પછી મોબાઈલ નંબરથી લોગિન કરો.
- એપમાં ટોપ રાઇટ કોર્નરમાં Hello Tunes નો વિકલ્પ મળશે.
- ત્યારબાદ તમારી પસંદગીની રામ આરતી સર્ચ કરી કોલર ટ્યૂન સેટ કરી શકો છો.
- પછી એક કન્ફર્મેશન મેસેજ આવશે.
- આ કોલર ટ્યૂન 30 દિવસ માટે હશે.
જિયોમાં આ રીતે થશે સેટ
- પહેલા ફોનમાં MyJio એપ ઈન્સ્ટોલ કરો.
- પછી Trending Now માં જઈને JioTunes સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારી પસંદગીની આરતી સર્ચ કરો અને પછી સેટ જિયોટ્યૂન પર ટેપ કરો.
- ત્યારબાદ તમારી કોલર ટ્યૂન સેટ થઈ જશે.
નોટ- જો તમારી પાસે ફીચર ફોન છે તો તમારે 56789 પર કોલ કરવો પડશે.
Vi યૂઝર્સ આ રીતે સેટ કરે કોલર ટ્યૂન
- વોડાફોન-આઈડિયા યૂઝર્સ વીઆઈ એપમાં કોલર ટ્યૂન્સ ટેબમાં જાવ
- પછી કેટલોગમાં ઘણી આરતી હશે તેમાંથી કોલર ટ્યૂન સેટ કરો.
- ત્યારબાદ કોલર ટ્યૂન સેટ થવાનો કન્ફર્મેશન મેસેજ આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે