નવા અવતારમાં લોન્ચ થઇ Honda ની આ 4 બાઇક્સ, કિંમત 47110 રૂપિયાથી શરૂ

નવા અવતારમાં લોન્ચ થઇ Honda ની આ 4 બાઇક્સ, કિંમત 47110 રૂપિયાથી શરૂ

Honda Motorcycle and Scooter India (HMSI) એ 150 સીસી સેગ્મેંટમાં પોતાની Honda CB Unicorn ને ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ)ની સાથે લોન્ચ કરી દીધી છે. કંપનીએ CB Unicorn ABS ની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 78,815 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત Honda એ CB Shine (ડ્રમ વેરિએન્ટ), CD Dream DX અને NAVi ને CBS (કોમ્બી બ્રેક સિસ્ટમ)ની સાથે લોન્ચ કરવામાં આવી છે.

2019 Honda CB Unicorn ABS
2019 Honda CB Unicorn માં ABS ફીચર્સ ઉપરાંત બ્લૂ-ઇલૂમિનેશન સાથે મીટર કંસોલ, કનવિનિયંસ અને ડ્યૂરેબિલિટીને વધારવા માટે સીલ ચેન અને ટ્યૂબલેસ ટાયર્સ આપવામાં આવ્યા છે. તેના પરફોમન્સની વાત કરીએ તો તેમાં પાવર માટે 149.2 સીસીનું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 8,000 આરપીએમ પર 12.73 bhp ની મેક્સિમમ પાવર અને 5,500 આરપીએમ પર 12.8 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. 

Honda CB Shine CBS
2019 Honda CB Shine માં ફક્ત ઇક્વલાઇઝર સાથે CBS (કોમ્બી બ્રેક સિસ્ટમ) ફીચર સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ બાઇકમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી Honda CB Shine CBS ની દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 58,338 રૂપિયા છે.
   
2019 Honda CD 110 Dream DX CBS
2019 Honda CD110 Dream માં ઇક્વલાઇઝરની સાથે CBS (કોમ્બી બ્રેક સિસ્ટમ) ફીચર સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રોમ હેંડલ બાર અને કેરિયર, પેંટેંડ ફ્રંટ ફેંડર, કૉઉલ, ટેલ કૉઉલ, ક્લિયર, વ્હીકર્સ અને ગ્રાફિક્સની સાથે 5-સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. 2019 Honda CD110 CBS ની શરૂઆતી દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 50,028 રૂપિયા છે.  

2019 Honda Navi CBS
2019 Honda Navi માં પણ ઇક્વલાઇઝરની સાથે CBS (કોમ્બી બ્રેક સિસ્ટમ) ફીચર સામેલ કરવામાં આવ્યો છે. નવી Honda NAVi CBS ની શરૂઆતી દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 47,110 રૂપિયા છે. 

ABS અને CBS એટલા માટે જરૂરી
ભારત સરકારે 1 એપ્રિલ 2019 થી 125 સીસીથી વધુ ક્ષમતાવાળા બધા વાહનોમાં ABS (એન્ટી બ્રેકિંગ સિસ્ટમ) અનિવાર્ય કરી દીધું છે. તો બીજી તરફ જો બાઇક્સ 125 સીસીથી ઓછું છે તેમાં CBS (કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ) અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તેને લઇને Honda પોતાના બધા મોડલ્સમાં ABS અને CBS ફીચર સામેલ કરી રહી છે. તમને જણાવી દઇએ કે (એન્ટી બ્રેકિંગ સિસ્ટમ) ફીચરના લીધે અચાનક બ્રેક લગાવવા છતાં સંતુલન જળવાઇ રહે છે. જેથી બાઇક લપસી જતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news