હવે ભારતમાં Honda Activa 6G થશે લોન્ચ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ફીચર્સથી હશે ખાસ
Trending Photos
નવી દિલ્હી: Honda Activa દેશની સૌથી વેચાનાર સ્કૂટર છે. એક લાંબા સમયથી એક્ટિવાએ પોતાની પોજીશન યથાવત રાખી છે, અને તાજેતરમાં જ એક્ટિવાનું ફેસલિફ્ટ મોડલ પણ રજૂ કર્યું છે. જોકે નવા BS-6 એન્જીનથી સજ્જ છે. પરંતુ સોર્સના અનુસાર હવે કંપની એક્ટિવાને વધુ સ્માર્ટ બનાવવામાં જોડાઇ ગઇ છે અને તેના નેકસ્ટ જનરેશન મોડલને લોન્ચ કરવાની તૈયારીમાં છે.
નવી હોંડા Activa 6Gમાં આ વિશે કનેક્ટિવિટી ફીચર પર વધુ ધ્યાન આપવામાં આવશે કારણ કે અત્યારની જરૂર છે, કાર હોય કે બાઇક હવે તમામ કંપનીઓ કનેક્ટિવિટી ફીચર્સ વધુ ભાર આપી રહી છે. મળતી માહિતી અનુસાર નવી Honda Activa 6G માં એડવાન્સ ડિજિટલ ઇંસ્ટ્રુમેંટ કલસ્ટર, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કોલ એલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ જોવા મળી શકે છે.
નવી હોંડા Activa 6G માં નવી ડિઝાઇન જોવા મળી શકે છે. તેમાં નવા ગ્રાફિક્સ ઉપરાંત LED હેડલેંપ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, ફ્રંટ એપ્રોનમાં ઇંડીકેટર્સ, સાઇડ પેનલ અને શોર્પ ક્રેચ જેવા ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત આરામદાયક રાઇડ માટે તેમાં ટેલીસ્કોપિક ફોર્ક સસ્પેંશન પણ મળશે. એટલું જ નહી તેમાં નવી ડિઝાઇનવાળી હેડલાઇટ અને ટેલ લાઇટનો પણ ઉપયોગ કરવામાં આવશે.
એન્જીનની વાત કરીએ તો Activa 6G માં પણ BS-6 એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે. અને તેમાં 110 સીસીનું એન્જીન મળશે. તેમાં પાવર અને ટોર્ક પહેલાં કરતાં સારો કરવામાં આવશે. આ ઉપરાંત તેની માઇલેજ અને પરર્ફોમન્સ બંને સારા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ એન્ટ્રી લેવલ વેરિએન્ટમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે