Split AC Under 30K: Hisense એ લોન્ચ કર્યા સસ્તા સ્પ્લિટ એસી, મળી રહ્યું મોટું બેંક ડિસ્કાઉન્ટ

Hisense Cooling Expert Pro AC લોન્ચ થઇ ગયું છે. નવી Hisense એસી 1 ટન અને 1.5 ટનની કેપેસિટી સાથે આવે ચે અને આ ખૂબ જ ઓછી વિજળી ખર્ચ કરે છે. તેની રેટીંગ 5 સ્ટાર સુધી છે. 

Split AC Under 30K: Hisense એ લોન્ચ કર્યા સસ્તા સ્પ્લિટ એસી, મળી રહ્યું મોટું બેંક ડિસ્કાઉન્ટ

Hisense ભારતમાં પોતાના કૂલિંગ એક્સપર્ટ એસીની નવી રેંજ લોન્ચ કરી છે.  આ એસી 4-ઇન-1 કન્વર્ટિબલ છે, એટલે કે તેને રૂમ મુજબ અલગ-અલગ પ્રકારે ઉપયોગ કરી શકાય છે. સાથે જ તેમાં ફાસ્ટ કૂલિંગ માટે ક્વિક ચિલ ટર્બો મોડ પણ આપ્યો છે. નવા Hisense એસી 1 ટન અને 1.5 ટનની કેપેસિટીમાં આવે છે અને આ ખૂબ ઓછી વિજળી ખર્ચ કરે છે. તેની રેટિંગ 5 સ્ટાર સુધીની છે. 

Hisense CoolingExpert Pro AC Price
1 ટન, 3 સ્ટાર: 27,990 રૂપિયા
1.5 ટન, 3 સ્ટાર: 29,990 રૂપિયા
1.5 ટન, 5 સ્ટાર: 35,990 રૂપિયા
2 ટન, 3 સ્ટાર: 39,990 રૂપિયા

Hisense CoolingExpert Pro AC ને તમે અમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ બંને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર HDFC બેંક,  ICICI બેંક અને વનકાર્ડ ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરશો તો 200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે 12 મહિનાના સરળ હપ્તે (EMI) પેમેન્ટ કરી શકો છો. સાથે તમે જૂના AC મોડલના આધારે 4000 રૂપિયા સુધીનું એક્સચેંજ ઓફર પણ મળે છે. 

Hisense CoolingExpert Pro AC Specs
Hisense CoolingExpert Pro AC સ્પ્લિટ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. આ ઇન્વર્ટર એસી 4-ઇન-1 કંવર્ટેબલ મોડ સાથે આવે છે. જે યૂઝર્સને 40%, 60%, 80% અને 100% વચ્ચે પાવર લેવલ પસંદ કરવાની પરવાનગી આપે છે. Hisense CoolingExpert AC માં ઝડપી કૂલિંગ માટે એક ખાસ મોડ છે જેને 'ક્વિક ચિલ ટર્બો મોડ' કહેવાય છે. આ મોડ પંખાની સ્પીડ વધારે છે અને સાથે જ કોમ્પ્રેસરનો સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે. આના કારણે રૂમ ખૂબ જ ઝડપથી ઠંડુ થાય છે.

આ AC રસ્ટ-રેઝિસ્ટન્ટ કોટિંગ સાથે કોપર કન્ડેન્સર્સ સાથે આવે છે. તેઓ પર્યાવરણને અનુકૂળ R32 ગેસનો ઉપયોગ કરે છે, જે સરળતાથી ઉપલબ્ધ છે અને સમારકામ કરવામાં સરળ છે. આ AC પોતાની જાતને સ્વચ્છ રાખવા માટે 33 અલગ-અલગ વસ્તુઓ ચેક કરી શકે છે જેથી AC ની અંદર મોલ્ડ એકઠા ન થાય. નવા Hisense CoolingExpert Pro ACs સમગ્ર AC પર 1 વર્ષની વોરંટી, PCB પર 5 વર્ષની વોરંટી અને કોમ્પ્રેસર પર 10 વર્ષની વોરંટી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news