જરૂર જાણી લો Google ના નવા નિયમ, 1 જાન્યુઆરીથી થશે લાગૂ

આ નવો નિયમ ગૂગલની તમામ સર્વિસ જેમ કે ગૂગલ એડ (Google Ads), યૂ-ટ્યૂબ (YouTube), ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય ચુકવણી સર્વિસ પર લાગૂ થશે.

જરૂર જાણી લો Google ના નવા નિયમ, 1 જાન્યુઆરીથી થશે લાગૂ

નવી દિલ્હીઃ ગૂગલ (Google) તરફથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા  (RBI) ના દિશા-નિર્દેશ પર નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર ઓનલાઇન પેમેન્ટ કરનાર પર થશે. આ નવો નિયમ ગૂગલની તમામ સર્વિસ જેમ કે ગૂગલ એડ (Google Ads), યૂ-ટ્યૂબ (YouTube), ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય ચુકવણી સર્વિસ પર લાગૂ થશે. તેવામાં ગૂગલ સર્વિસ યૂઝર્સ ગૂગલના નવા નિયમોમાં થનારા ફેરફાર વિશે જાણી લે. 

આરબીઆઈના દિશા-નિર્દેશ પર લાગૂ નવો નિયમ
1 જાન્યુઆરી 2022થી ગૂગલ ગ્રાહકોની કાર્ડ ડિટેલ જેમ કે કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટને સેવ કરશે નહીં. મહત્વનું છે કે આ પહેલા સુધી ગૂગલ તમારા કાર્ડની ડિટેલ સેવ કરતું હતું. તેવામાં જ્યારે ગ્રાહકોએ પેમેન્ટ કરવાનું હોય તો તેણે માત્ર પોતાનો સીવીસી નંબર દાખલ કરવાનો હતો. પરંતુ 1 જાન્યુારી બાદ ગ્રાહકોએ મેન્યુઅલ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કાર્ડ નંબરની સાથે એક્સપાયરી ડેટ નાખવી પડશે. હકીકતમાં આરબીઆઈ તરફથી સંવેદનશીલ જાણકારીઓને સુરક્ષિત બનાવવાના ઈરાદાથી કાર્ડ ડિટેલ સેવ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

મેન્યુઅલ ચુકવણી કરનાર પર થશે અસર
જો તમે વીસા કે પછી માસ્ટરકાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારે નવા ફોર્મેટમાં કાર્ડ ડિટેલ સેવ કરવા માટે ઓથોરાઇઝ્ડ કરવું પડશે. તમારે તમારા વર્તમાન કાર્ડની વિગતો સાથે સમાન મેન્યુઅલ ચુકવણી કરવી પડશે. તમારા કાર્ડની વિગતો પછીથી ફરીથી દાખલ કરવાનું ટાળવા માટે, ચુકવણી 31 ડિસેમ્બર, 2021 પહેલાં પૂર્ણ કરવી જરૂરી છે.

1 જાન્યુઆરીથી દાખલ કરવી પડશે ડિટેલ
જો તમે RuPay, American Express, Discover કે પછી Diners Card નો ઉપયોગ કરો છો, તો ગૂગલ તરફથી તમારા કાર્ડની ડિટેલને 31 ડિસેમ્બર 2021 બાદ સેવ કરવામાં આવશે નહીં. આ કાર્ડને નવું ફોર્મેટ સ્વીકાર કરતું નથી. તેવામાં 1 જાન્યુઆરી 2022થી તમારે દરેક મેન્યુઅલ પેમેન્ટ કરવા પર કાર્ડ ડિટેલ દાખલ કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news