Google Pay જૂનમાં થઈ જશે બંધ, આ મહિને કાઢી લો પૈસા, બાકી થશે નુકસાન

Google Pay અમેરિકામાં બંધ થવા જઈ રહ્યું છે. જૂન 2024માં આ એપ કામ કરવાનું બંધ કરી દેશે. પૈસા કાઢવા માટે તમે વોલેટનો ઉપયોગ કરી શકો છો. Peer-to-Peer ટ્રાન્સફરને કંપની દ્વારા હાલ બંધ કરી દેવામાં આવ્યું છે.
 

Google Pay જૂનમાં થઈ જશે બંધ, આ મહિને કાઢી લો પૈસા, બાકી થશે નુકસાન

નવી દિલ્હીઃ 2022 Google Wallet આવવાની સાથે 'GPay'એપ દરેક યૂઝરની પ્રથમ પસંદ બની ગઈ છે. હવે કંપનીએ તેને લઈને મોટો નિર્ણય કર્યો છે. અમેરિકામાં જૂની ગૂગલ પે એપને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે તેનું જૂનું વર્ઝન કામ કરશે નહીં. એન્ડ્રોઇડ હોમસ્ક્રીનપર જોવા મળતું 'GPay'એપ જૂનું વર્ઝન છે જે પેમેન્ટ અને ફાઈનાન્સ માટે ઉપયોગ કરવામાં આવે છે. 

એપે લોકોની સાથે સારી રિલેશનશિપ અને બિઝનેસ સ્થાપિત કરવા માટે લોન્ચ કર્યું હતું. તેનાથી પરચેઝ હિસ્ટ્રીની પણ જાણકારી હાસિલ કરી શકાય છે. તેની મદદથી યૂઝર્સને ખર્ચ કંટ્રોલ કરવામાં મદદ કરતું હતું. રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં GPay 4 જૂન 2024ના કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ ભારત અને સિંગાપુર જેવા યૂઝર્સે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આ બંને જગ્યા પર GPay સંપૂર્ણ રીતે કામ કરતું રહેશે.

ગૂગલનું કહેવું છે કે તે ત્યાંના યૂઝર્સને સમય સમય પર અપડેટ પણ આપતું રહેશે. એટલે કે અહીંના યૂઝર્સ માટે એપ બંધ થવાની નથી. પરંતુ અમેરિકાને લઈને ગૂગલ તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે. હવે એપ બંધ થવા જઈ રહી છે તો ગૂગલ peer-to-peer પેમેન્ટ પણ બંધ કરી રહ્યું છે. તેની મદદથી તમે પૈસા મોકલી શકો છો કે રિક્વેસ્ટ કરી શકો છો. અમેરિકામાં મોટા ભાગના યૂઝર્સ તેનો સહારો લે છે.

કઈ રીતે કરી શકો છો મની ટ્રાન્સફર
Google Pay માં ઉપલબ્ધ મની ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો તમે વેબસાઇટની મદદથી બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો. તે માટે કંઈ અલગ કરવાની જરૂર નથી. તેની મદદથી એપથી મળનારા મનીને મેનેજ કરી શકો છો. હાલમાં એપ કામ કરી રહી છે. પરંતુ જૂનમાં બંધ થયા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. તે ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news