Google આપશે 7 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ અને થશે છપ્પર-ફાડ કમાણી

Andriod 12 ના બીટા વર્જન હાલ કેટલાક યૂઝર્સ માટે છે અને તેનું સ્ટેબલ વર્જન આ વર્ષના અંત સુધી રિલીઝ કરવામાં આવશે. Andriod 12 ના બીટા વર્જન સાથે કેટલાક ફિચર્સનો આનંદ માણી શકો છો.

Google આપશે 7 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ અને થશે છપ્પર-ફાડ કમાણી

નવી દિલ્હી: Google એ ટેક્નિકલ પ્રોફેશનલ માટે એક ધમાકેદાર જાહેરાત કરી છે. નવી જાહેરાત બાદ Google એ કહ્યું કે તેના એંડ્રોઇડના 12 ના બંને બિલ્ટમાં સિક્યોરિટી ખામીને શોધશે તેને 7 કરોડ રૂપિયાની રકમ મળશે. Google એ તાજેતરમાં જ Andriod 12 ના પબ્લિક બીટા વર્જન જાહેર કર્યું છે. 

Andriod 12 ના બીટા વર્જન હાલ કેટલાક યૂઝર્સ માટે છે અને તેનું સ્ટેબલ વર્જન આ વર્ષના અંત સુધી રિલીઝ કરવામાં આવશે. Andriod 12 ના બીટા વર્જન સાથે કેટલાક ફિચર્સનો આનંદ માણી શકો છો. બીટા વર્જનમાં બગ હોઇ શકે છે. તેનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે. તેની અસર તમારા ફોનના ફંકશન પર પડી શકે છે. તેને ધ્યાનમાં રાખતાં Google એ જાહેરાત કરી છે કે Andriod 12 માં ટેક્નિકલ એક્સપર્ટ ખામી શોધે. 

ફક્ત આટલા દિવસનો સમય
Google એ કહ્યું કે 18 મે થી 18 જૂન સુધી જે ભૂલ શોધશે, તેને 50 ટકાનું બોનસ પણ રિવોર્ડ એમાઉન્ટ સાથે આપવામાં આવશે. કંપનીના અનુસાર બીજા કેટલાક નોન-એંડ્રોઇડ ખામીઓ છે જે એંડ્રોઇડ સિક્યોરિટી માટે નબળા છે. તેમને પણ આ રિવોર્ડ પ્રોગ્રામના હેઠળ લેવામાં આવી શકે છે. સિક્યોરિટી રિસર્ચર જે Google બગ બાઉંટી પ્રોગ્રામનો ભાગ બને છે તેમને લેટેસ્ટ Android 12 Beta 1 અને Android 12 Beta 1.1 ને એનાલાઇઝ કરવું પડશે. આ પિક્સલ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. એંડ્રોઇડ સિક્યોરિટી રિવોર્ડ પ્રોગ્રામમાં આમ તો બગ્સ કવર કરવામાં આવશે જે એલિઝિબલ ડિવાઇસ પર ઉપલબ્ધ છે અને કંપનીના બીજા રિવોર્દ પ્રોગ્રામનો ભાગ નથી. 

એલિઝિબલ ડિવાઇસ જે આ પ્રોગ્રામને ભાગ છે
Pixel 5, Pixel 4a, Pixel 4a 5G, Pixel 4, Pixel 4 XL, Pixel 3a, Pixel 3a XL, Pixel 3 और Pixel 3 XL છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news