SURAT: 80 ટકા ઇન્ફેક્શન સાથે લવાયેલા દર્દીને સાજો કરી 6 બાળકોના મોભીને બચાવ્યા

ડોક્ટરોએ છ સંતાનો પરથી મોભ છીનવાતો અટકાવી દીધો હતો. અમારા ભગવાન સમાન જ છે અમારી ઉંમર એમને લાગી જાય જેથી અનેક કોરોના સામે લડી રહેલા દર્દીઓને બચાવી પરિવારને નિ:સહાય થતા અટકાવી શકાય. 24 દિવસની સારવાર બાદ કોરોનામાંથી સાજા થઇને બહાર આવેલા ઉમરગામ-દહાણુના પરિવારની લાગણી સાંભળી સ્મીમેર હોસ્પિટલ ડોક્ટરની આંખ પણ છલકાઇ હતી. 80 ટકા ઇન્ફેક્શન સાથે સુરત સ્મીમેર હોસ્પિટલ લવાયેલા રિક્ષાચાલક રામ પ્રસાદે મોતને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો હતો. 
SURAT: 80 ટકા ઇન્ફેક્શન સાથે લવાયેલા દર્દીને સાજો કરી 6 બાળકોના મોભીને બચાવ્યા

સુરત : ડોક્ટરોએ છ સંતાનો પરથી મોભ છીનવાતો અટકાવી દીધો હતો. અમારા ભગવાન સમાન જ છે અમારી ઉંમર એમને લાગી જાય જેથી અનેક કોરોના સામે લડી રહેલા દર્દીઓને બચાવી પરિવારને નિ:સહાય થતા અટકાવી શકાય. 24 દિવસની સારવાર બાદ કોરોનામાંથી સાજા થઇને બહાર આવેલા ઉમરગામ-દહાણુના પરિવારની લાગણી સાંભળી સ્મીમેર હોસ્પિટલ ડોક્ટરની આંખ પણ છલકાઇ હતી. 80 ટકા ઇન્ફેક્શન સાથે સુરત સ્મીમેર હોસ્પિટલ લવાયેલા રિક્ષાચાલક રામ પ્રસાદે મોતને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો હતો. 

રામપ્રસાદ શિવનાથ યાદવ (ઉ.વ 47) ના પરિવારજનોએ જણાવ્યું કે, તેઓ 80 ટકા ઇન્ફેક્શન સાથે અમે રામપ્રસાદને સ્મીમેર હોસ્પિટલ લાવ્યા હતા. તેના બચવાના ચાન્સ નહીવત્ત જેવા જ હતા. જેને રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત ડોક્ટરોએ સાબિત કરી બતાવ્યું છે. વધારેમાં જણાવ્યું કે, 24 દિવસ સુધી સતત મોનિટરીંગ સાથે દવા આપી રામ પ્રસાદનો જીવ બચાવી 5 દીકરીઓને અનાથ થતા બચાવી હતી. 

રામ પ્રસાદ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 5 દીકરીઓ એકના એક દીકરાના પિતા રામપ્રસાદ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. યુપીના રહેવાસી રામપ્રસાદને પહેલાને તાવ આવ્યા પછી તબિયત લથડવા લાગી હતી.

ડૉ.ગૌરવ રૈયાણી અને ડૉ.ક્રિષ્ના પટેલ (રેસિડેન્ટ તબીબ) જણાવ્યું કે, રામપ્રસાદને ખુબ જ ગંભીર સ્થિતિમાં લાવાયા હતા. તેમને બાયપેપ પર જ ઓક્સિજન પર રથાયા હતા. બાયપેપ પર 10 દિવસ રાખ્યા બાદ રેમડેસિવિર, એન્ટી બાયોટિક, પ્લાઝમા થેરાપી સહિતની તમામ સારવાર 24 દિવસે તેમને સાજા કરવામાં ડોક્ટરો સફળ થયા છે. પરિવારની લાગણીએ ભાવુક કરી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news