Verified Twitter Account Usersને મળશે મોટો લાભ! હવે બ્લુ ટિકવાળાની થશે બલ્લે બલ્લે

Elan Musk​ : એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે 15 એપ્રિલથી માત્ર વેરિફાઈ થયેલા એકાઉન્ટના યૂઝર્સ જ ફોર યૂ રેકમેન્ડેડ ઓપ્શન માટે યોગ્ય ગણાશે. ખૂબ જ ઝડપથી વધી રહેલ AI botના તૂફાનને રોકવા માટે આ એક માત્ર વિકલ્પ છે. જો આવું ના કરવામાં આવે તો આ એક નિષ્ફળ અને હારેલી લડાઈ બનીને રહી જશે. એટલા માટે ટ્વિટર પર થતા પોલ માટે વેરિફાઈ એકાઉન્ટ જરૂર છે.

Verified Twitter Account Usersને મળશે મોટો લાભ! હવે બ્લુ ટિકવાળાની થશે બલ્લે બલ્લે

Verified Twitter Account Users: સોશિયલ મીડિયામાં ખાસ કરીને ટ્વિટર ખુબ જ લોકપ્રિય બન્યું છે. ત્યારે હવે ટ્વિટરનો ઉપયોગ કરનારાઓને એલન મસ્કે મોટો ઝટકો આપ્યો છે. 15 એપ્રિલ બાદ જો તમારું એકાઉન્ટ વેરિફાઈ હશે તો જ ટ્વિટર પર કેટલીક સુવિધાનો લાભ મળશે. ટ્વિટરના માલિક એલન મસ્કે એક મોટું એલાન કર્યું છે. એલન મસ્કે કહ્યું કે 15 એપ્રિલથી ફોર યૂ રેકમેન્ડેડ ઓપ્શનનો લાભ માત્ર વેરિફાઈ એકાઉન્ટ ધરાવનાર યૂઝર્સને જ મળશે. આ ઉપરાંત ટ્વિટરના પોલમાં પણ વેરિફાઈ એકાન્ટ ધરાવનાર યૂઝર્સ જ વોટ આપી શકશે.

એલન મસ્કનું શું છે એલાન?
એલન મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે 15 એપ્રિલથી માત્ર વેરિફાઈ થયેલા એકાઉન્ટના યૂઝર્સ જ ફોર યૂ રેકમેન્ડેડ ઓપ્શન માટે યોગ્ય ગણાશે. ખૂબ જ ઝડપથી વધી રહેલ AI botના તૂફાનને રોકવા માટે આ એક માત્ર વિકલ્પ છે. જો આવું ના કરવામાં આવે તો આ એક નિષ્ફળ અને હારેલી લડાઈ બનીને રહી જશે. એટલા માટે ટ્વિટર પર થતા પોલ માટે વેરિફાઈ એકાઉન્ટ જરૂર છે.

 

The is the only realistic way to address advanced AI bot swarms taking over. It is otherwise a hopeless losing battle.

Voting in polls will require verification for same reason.

— Elon Musk (@elonmusk) March 27, 2023

 

આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
આ પણ ખાસ વાંચોઃ  Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!

એલન મસ્કે કર્યા મોટા ફેરફાર:
ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કે અનેક મોટા ફેરપાર કર્યા છે. બ્લુ ટિક માટે પેડ સર્વિસથી આ બદલાવની શરૂઆત કરી હતી. આ ઉપરાંત અનેક બીજા કલરમા પણ વેરિફાઈ એકાઉન્ટ થવા લાગ્યા છે. કેટલાક દેશમાં તો લોકો રૂપિયા ચૂકવીને બ્લુ ટિક લેવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે રૂપિયા ચૂકવી બ્લુ ટિક લેનારની સંખ્યા કરોડોમાં પહોંચી ચૂકી છે. પરંતુ એલન મસ્કે એલાન કર્યું છે કે જે લોકોએ રૂપિયા નથી ચૂકવ્યા અને તેમની પાસે બ્લુ ટિક એકાઉન્ટ છે. તો એક એપ્રિલ બાદ આવા લોકોના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. જેનાથી કરોડો ટ્વિટર યૂઝર્સને મોટો ઝટકો લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news