WhatsApp યૂઝર્સ માટે કમાલ ધમાલ સમાચાર...આ 5 નવા ફીચર્સ વિશે જાણીને ઉછળી પડશો

WhatsApp યૂઝર્સ માટે કમાલ ધમાલ સમાચાર...આ 5 નવા ફીચર્સ વિશે જાણીને ઉછળી પડશો

નવા વર્ષના અવસરે વોટ્સએપ (Whatsapp) તમને અનેક નવી અપડેટ આપવા જઈ રહ્યું છે. અનેક નવા ફીચર્સ આવવાના છે, જે અંગે જાણ્યા બાદ તમે ઝૂમી ઉઠશો. યૂઝ્સ પોતાની સિક્યુરિટીને વધુ વધારી શકશે. વોટ્સએપ પર કેટલાક ઈન્સ્ટાગ્રામ ઓપ્શન મળશે જ્યારે લોગઆઉટનું પણ ઓપ્શન મળી શકે છે. આવો જાણીએ વોટ્સએપ પર આવનારા શાનદાર 5 ફીચર્સ વિશે....

વોટ્સએપ પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ
હવે જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ રીલ્સને વોટ્સએપ પર શેર કરવાના હોય છે તો વીડિયોને ડાઉનલોડ કરવો પડે છે અને પછી તેને સ્ટેટસ પર લગાવવાનો ઓપ્શન મળે છે. જો કે મેટા(Meta) હવે નવા ક્લેવર સાથે સામે આવી શકે છે. કહેવાય છે કે આવનારા સમયમાં વોટ્સએપમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ સપોર્ટ કરશે. આ નવા ફીચર્સ અંગે હજુ પુષ્ટિ નથી થઈ પરંતુ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

अब वाट्सऐप को भी कर सकेंगे लॉगआउट

હવે વોટ્સએપને પણ કરી શકશો લોગઆઉટ
અત્યાર સુધી વોટ્સએપ પર ફક્ત ડિલીટ એકાઉન્ટનું જ ઓપ્શન રહેતું હતું. પરંતુ હવે લોગઆઉટનું ઓપ્શન પણ આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ ડિલીટ એકાઉન્ટનું ઓપ્શન લોગઆઉટમાં ફેરવાઈ શકે છે. હવે યૂઝર જ્યારે ઈચ્છે ત્યારે લોગઈન કરી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે લોગઆઉટ. તેનાથી હવે ચેટ, મીડિયા ફાઈલ્સને ડિલીટ કરવાની જરૂર નહીં પડે અને મનમરજી પ્રમાણે વોટ્સએપ પર બ્રેક લઈ શકે છે. જે રીતે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ડિએક્ટિવેટનો ઓપ્શન છે. 

મલ્ટી ડિવાઈસ સપોર્ટનું નવું ફીચર
મલ્ટી ડિવાઈસ સપોર્ટ (Multi Device Support) વિશે હજુ મોટાભાગના લોકોને જાણકારી નથી. હાલ તે એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સના બીટા યૂઝર્સ માટે અવેલેબલ છે. આગામી વર્ષ સુધીમાં આ ફીચર પણ બધા માટે જારી કરી દેવામાં આવશે. તે યૂઝરને એક સ્ટેબલ ઈન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા પ્રાથમિક ડિવાઈસ વગર પોતાના વોટ્સએપ એકાઉન્ટમાં એન્ટ્રી કરવાની પરમિશન આપશે. 

लास्ट सीन के लिए स्पेसिफिक कॉन्टैक्ट्स का ऑप्शन

વોટ્સએપ પર હવે હંમેશા હશે ડિલીટનું ઓપ્શન
વોટ્સએપ ઉપર હજુ સુધી મેસેજને ડિલીટ કરવા માટે ટાઈમ લિમિટ અપાયો છે. પરંતુ હવે આઈઓએસની સાથે સાથે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હંમેશા ડિલીટ ફીચરનો ઓપ્શન મળશે. એટલે કે કોઈ પણ ટાઈમ લિમીટ નહીં હોય. 

લાસ્ટ સીન માટે સ્પેસિફિક કોન્ટેક્ટસનું ઓપ્શન
વોટ્સએપ પર હજુ સુધી લાસ્ટ સીનને લઈને ફક્ત ત્રણ ઓપ્શન જોવા મળતા હતા. ઈવ્રીવન, નોબડી અને માય કોન્ટેક્. મળેલી જાણકારી મુજબ હવે એક વધુ ઓપ્શન આવવાનું છે. જેમાં સ્પેસિફિક લોકોથી લાસ્ટ સીનને છૂપાવી શકશો. એટલે કે તમારા કોન્ટેક્ટમાં જેનાથી તમે લાસ્ટ સીન ન દેખાડવા માંગતા હોવ તેને જ માર્ક કરી શકશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news