જીપ કનેક્ટના શો રૂમમાં થયો વધારો, હવે આ શહેરોમાં પણ થશે ઉપલબ્ધ

અમારો ઉદ્દેશ રિટેલ અને આફ્ટર સેલ્સ નેટવર્કમાં વધારો કરવાનો હતો જે માર્કેટમાં અમારા વધી રહેલા વોલ્યુમોમાં વ્યૂહાત્મક રીતે વધારો કરી શકે. 70 ટાઉન અને શહેરોમાં 82 રિટેલ કેન્દ્રો સાથે અમે નોંધપાત્ર માત્રામાં જમીન અને ગ્રાહક વર્ગને આવરી લઇએ છીએ. જીપ કંપાસનું ઓગસ્ટ 2017માં લોન્ચ કર્યા પછી અમે અમારા રિટેલ નેટવર્કમાં 50 ટકાથી ઉપરાંતનો વધારો કર્યો છે.

જીપ કનેક્ટના શો રૂમમાં થયો વધારો, હવે આ શહેરોમાં પણ થશે ઉપલબ્ધ

મુંબઇ: એવોર્ડ વિજેતા જીપ કંપાસની ઉત્પાદક એફસીએ ઇન્ડિયાએ આજે તેના રિટેલ નેટવર્કની સંખ્યા 70 ભારતીય ટાઉન અને શહેરોમાં વધારીને 82 પોઇન્ટ ઓફ સેલની કરી છે. તેમાં એફસીએના ઓલ બ્રાન્ડ શોરૂમ કે જીપ, ફિયાટ અને અબાર્થ વ્હિકલ્સનું મોટા ભારતીય શહેરોમાં વેચાણ કરે છે તેનો અને જીપ કનેક્ટ શોરૂમ્સ જે પ્રિમીયમ રિટેલ આઉટલેટ્સ (કેન્દ્રો) જે  સેટેલાઇટ શહેરો અને ટાઉનમાં સ્થિત ગ્રાહકોને સમાવે છે તેનો સમાવેશ થાય છે. 

રિટેલ નેટવર્ક વિસ્તરણની જાહેરાત કરતા એફસીએ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર કેવિન ફ્લાયને જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ રિટેલ અને આફ્ટર સેલ્સ નેટવર્કમાં વધારો કરવાનો હતો જે માર્કેટમાં અમારા વધી રહેલા વોલ્યુમોમાં વ્યૂહાત્મક રીતે વધારો કરી શકે. 70 ટાઉન અને શહેરોમાં 82 રિટેલ કેન્દ્રો સાથે અમે નોંધપાત્ર માત્રામાં જમીન અને ગ્રાહક વર્ગને આવરી લઇએ છીએ. જીપ કંપાસનું ઓગસ્ટ 2017માં લોન્ચ કર્યા પછી અમે અમારા રિટેલ નેટવર્કમાં 50 ટકાથી ઉપરાંતનો વધારો કર્યો છે. અમારા પ્રયત્નો અમારા નેટવર્ક વિસ્તરણમાં સાતત્યતા જાળવી રાખવાના તેમજ સુધારેલા સર્વિસ કવરેજ સાથે ગ્રાહક અનુભવમાં શ્રેષ્ઠતાની ખાતરી કરવાના રહ્યા છે.”

આ વિસ્તરણ સાથે એફસીએ બેંગાલુરુમા ઓલ બ્રાન્ડ શોરૂમ ધરાવે છે. એમપીએસ મોટર્સ પ્રા. લિમીટેડે બે શોરૂમ ખોલ્યા છે જેમાંનો એક જીઆર બ્રાન્ડ પ્લાઝા, જેપીનગર ફેઝ 6, કનકપુરા મેઇન રોડ, બેંગાલારુ અને બીજો ઇલેક્ટ્રોનીક સિટી પાસે, લવકુશ નગર, હોસુર રોડ પાસે આવેલો છે. કેચટી એજન્સીઝ પ્રા. લિમીટેડના અન્ય બે (2) પ્રવર્તમાન શોરૂમ કોરામાંગલા અને યશવંતપુરમાં આવેલા છે. એફસીએ હવે કર્ણાટકમાં હૂબલી, મૈસુર અને બેલગામ સહિત (7) ઓલ બ્રાન્ડ શોરૂમ્સ ધરાવે છે.  

નવા એફસીએ ઓલ બ્રાન્ડ નવો શોરૂમ – એમવીઆર ઓટો કેરાન્ઝેલમ, પંજીમ, ગોવામાં ખુલ્યો છે. બે નવા જીપ કનેક્ટ શોરૂમ્સ હવે અજમેર, રાજસ્થાનમાં પરબતપુરા બાયપાસ નજીક અને બીજો બહાદૂરગઢ, રાજપિરા રોડ, પતિયાલા, પંજાબમાં ડબ્લ્યુએસએલ ટોમોબાઇલ્સ પ્રા. લિમીટેડનો આવેલો છે. 

જીપ કનેક્ટ એ નેટવર્ક વિસ્તરણ વ્યૂહરચના છે જેથી જીપ® અને મોપાર ® પ્રિમીયમ બ્રાન્ડ અનુભવને ગ્રાહકોના દ્વાર સુધી લઇ જઇ શકાય, જે કદાચ મોટા શહેરોના કેન્દ્રોથી દૂરના સ્થળે આવેલા હોઇ શકે છે. ‘જીપ કનેક્ટ’ આઉટલેટ્સ વેચાણ તેમજ સર્વિસ ઓફર કરે છે અને તે પહેલેથી જ પૂણે, રોહતાક, અમદાવાદ, મુવ્થપુઝ્હા, પાણીપત, બિલાસપુર અને વારાંગલમાં ખુલેલા છે. 

રિટેલ નેટવર્ક વધારવાની સાથે એફસીએ ઇન્ડિયા હવે દેશભરમાં તેની આફ્ટર-સેલ્સ સર્વિસ હાજરીમાં ઉમેરો કરવા માટે કામ કરી રહી છે. કંપની હાલમાં 84 મોપાર વર્કશોપ્સ ધરાવે છે જે જીવ, ફિયાટ અને અબાર્થ ગ્રાહકોને સર્વિસ અને સંભાળ પૂરી પાડવા માટે તાલીમબદ્ધ ટેકનિશીયન્સથી સજ્જ છે. 

ફ્લાયને જણાવ્યું હતું કે, “પ્રારંભથી જ ગુણવત્તાના ઊંચા ધોરણો પર અમારા ફોકસે અમારા જીપ કંપાસના ગ્રાહકોના સંતોષના સ્વરૂપે અમને ડિવીડન્ડ આપવાનું શરૂ કર્યું છે. આ ફક્ત રિટેલ હાજરી જ નથી પરંતુ આફ્ટર સેલ્સ પ્રતિબદ્ધતા છે જેની પર 2019માં ફોકસ રાખવામાં આવ્યું છે. અમારી આગામી પ્રોડક્ટ્સ અણનમ જીપ ટ્રેઇલહોક અને નવી જનરેશન જીપ રેંગલર અનલિમીટેડ માટે અમારે વિસ્તૃતિ હાજરીની અને સુમેળભર્યા ગ્રાહક અનુભવ અને કવરેજની જરૂર પડશે.”

એફસીએ પૂણે શહેર નજીક આવેલી રંજનગાવ સંયુક્ત સાહસ ત્પાદન સવલત ખાતે મેઇડ ઇન ઇન્ડિયા જીપ કંપાસનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટમાં ફિયાટ અને અબાર્થ કારલાઇન્સનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news