હવે ફેસબુક પર 'મિત્રો' થી તમારી પોસ્ટ પણ છુપાવી શકશો! એક સેટિગ્સથી તમે તમારા ઓડિયન્સની કરી શકશો પસંદગી

ફેસબુકની પેરેંટ કંપની, મેટાએ હાલમાં પોતાના એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, તે પોતાના યૂઝર્સને એ વાતનું નોટિફિકેશન મોકલી રહ્યું છે કે તેમણે પોતાની પ્રાઈવેસી પોલિસીને અપડેટ કરી લીધી છે, જેણે પહેલા ડેટા પોલિસી કહેવામાં આવતી હતી.

હવે ફેસબુક પર 'મિત્રો' થી તમારી પોસ્ટ પણ છુપાવી શકશો! એક સેટિગ્સથી તમે તમારા ઓડિયન્સની કરી શકશો પસંદગી

Facebook Update Hide Posts from Selected Friends: આજકાલ લોકો સોશિયલ મીડિયા એપ ફેસબુકનો સૌથી વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે. બીજી બાજુ સમયાંતરે ફેસબુક તેના ગ્રાહકોને પકડી રાખવા માટે અનેક નવા ફીચર્સ ઉમેરતું રહે છે. ત્યારે ફેસબુક એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેનાથી નાના-મોટા, દરેક ઉંમરના લોકો આ એપ્લિકેશનમાં છે. આજે અમે તમને ફેસબુકના નવા અપડેટ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એકથી એક જબરદસ્ત ફીચર જાહેર કરવામાં આવી રહ્યા છે.

ફેસબુકની પેરેંટ કંપની, મેટાએ હાલમાં પોતાના એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, તે પોતાના યૂઝર્સને એ વાતનું નોટિફિકેશન મોકલી રહ્યું છે કે તેમણે પોતાની પ્રાઈવેસી પોલિસીને અપડેટ કરી લીધી છે, જેણે પહેલા ડેટા પોલિસી કહેવામાં આવતી હતી. આ પ્રાઈવેસી પોલિસીને યૂઝર્સના ફીડબેકના હિસાબથી અપડેટ કરવામાં આવી છે અને તેમાં એક નવું ફીચર પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ફીચરથી યૂઝર્સ પોતાના ફેસબુક પોસ્ટ્સને સારી રીતે મેનેજ કરી શકશે, એટલે કે તેઓ પસંદગી કરી શકશે કે ફ્રેડ્સ લિસ્ટમાં કોણ પોસ્ટ્સને જોઈ શકે છે અને કોણ નહીં. આવો જાણીએ આ ફીચર વિશે...

મેટાના બ્લોગ પોસ્ટમાં આ નવા ફીચરની વાત જણાવવામાં આવી છે. આ ફીચર જાહેર કરવામાં આવી રહ્યું છે અને તેનાથી યૂઝર્સ ઘણા ખુશ પણ દેખાઈ રહ્યા છે. આ નવા ફીચર હેઠળ તમને કોઈ પણ એક પોસ્ટની સેટિગ્સમાં ફેરફાર કરી શકો છો. યૂઝર્સ એવી પસંદગી કરી શકે છે કે તે એક પોસ્ટને તેમના ફ્રેન્ડ્સમાં કોણ કોણ જોઈ શકે છે. આ નવા ફીચર એટલા માટે ખાસ છે કારણ કે તેણે અલગ અલગ પોસ્ટ્સ માટે જાહેર કરવામાં આવી શકે છે અને આ એક કોમન સેટિગ્સ ઓપ્શન નથી.

આ વર્ષે IPLમાં RCBની ટ્રોફી પાક્કી? ટીમમાં એક એવો લકી ચાર્મ ખેલાડી છે, જે ટીમમાં જાય તે ટીમ બને છે ચેમ્પિયન!
  
ઉલ્લેખનીય છે કે, ફેસબુકના આ નવા ફીચરને તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો. તેના જવાબમાં અમે તમને જણાવીએ છીએ કે સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર ફેસબુક એપ ઓપન કરો. પછી સ્ક્રીનની જમણી બાજુ સૌથી ઉપર આપવામાં આવેલા ઓપ્શનને પસંદ કરો. ત્યારબાદ સેટિગ્સ પર ક્લિક કરો. પછી. પ્રાઈવેસીના ઓપ્શન પર જાવ અને ફરી એક્ટિવિટી ફીડ પર. અહીં 'હૂ કેન સી યોર ફ્યૂચર પોસ્ટ્સ' ના સવાલ પર ક્લિક કરીને એડિટના ઓપ્શનની પસંદગી કરો. અહીંથી તમે તમારી પોસ્ટની ઓડિયન્સને તમારા હિસાબથી પસંદગી કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news